-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
ગાંધીધામની ગળપાદર જેલના જેલર-સબ જેલર સવા લાખની લાંચ લેતાં ઝડપાયા: અમદાવાદ એસીબીના છટકામાં સપડાયા
અમદાવાદ ACBએ ગાંધીધામની ગળપાદર જેલમાં દરોડો પાડ્યો
ભુજ : અમદાવાદ ACBએ ગાંધીધામની ગળપાદર જેલમાં દરોડો પાડ્યો હતો અને જેલના જેલર અને સબ જેલરને લાંચે લેતા ઝડપાયા છે. ગળપાદર જેલનાં જેલર અને સબ જેલરને રૂપિયા સવા લાખની લાંચ લેતા ઝડપ્યા છે. એસીબી અમદાવાદના સફળ છટકામાં જેલર અને સબ જેલર બને આવી જતા તેમજ જેલમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સવારે રાજકોટના અધિકારીને અને સાંજે કચ્છના અધિકારીને સફળ ટ્રેપનાં માધ્યમથી રંગે હાથ ઝડપી અધિકારી આલમમાં સોંપો પાડી દીધો છે.
રાજકોટ SGSTમાં ACB દ્રારા સફળ ટ્રેપના માધ્યમથી વેરા નિરીક્ષક એમ.એમ.મદાણીને 20 હજારની લાંચ લેતા ઝડપ્યાની સાથે સાથે લાંચીયા અધિકારીના ઘરની પણ જડતી લેવામાં આવી હતી. સાથે સાથે મદાણી સામે અપ્રમાણસર મિલકતને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. તો કચ્છમા પણ ACBએ સપાટો બોલાવતા લાંચીયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.