Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

વાપીમાં રૂ.૧૦૦-૨૦૦ની લાલચમાં રિક્ષા ચાલકને ઍકાંત લઇ જઇને રિક્ષા ચાલકોને ટાર્ગેટ બનાવતી ગેગના ૪ શખ્સોઍ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો

વાપી: ઔદ્યોગિક નગરી  વાપીના ડુંગરા  વિસ્તારમાં એક રિક્ષા ચાલકની રિક્ષામાં જ હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. મૃતક રિક્ષાચાલક પોતાના રોજીંદા ક્રમ મુજબ ઘરેથી નીકળ્યા ના થોડા સમય બાદ જ  પરિવારને હત્યાના  સમાચાર મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. જો કે વલસાડ એલ સી બી ની ટીમે ગણતરી સમયમાં હત્યા લૂંટનો કેસ ઉકેલી નાખ્યો છે. રીક્ષા ચાલકોને ટાર્ગેટ બનાવતી ગેંગનો પર્દાફાશ કરતા 4 આરોપીને પોલીસે ઝડપી લીધા છે.

વાપીના છેવાડે આવેલા ડુંગરા વિસ્તારમાં ગત 20 તારીખે  સવાર સવારમાં થયેલી એક સંનસની ખેજ હત્યાની  ઘટનાએ જિલ્લાભરની પોલીસને દોડતી કરી દીધી હતી. ડુંગરા વિસ્તારના છેવાડે આવેલા એક એકાંત રસ્તામાં એક રિક્ષામાં અજાણ્યા વ્યક્તિની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ડુંગરા પોલીસનો કાફલો પહોંચ્યો હતો. તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં  રીક્ષામાં હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલી લાશએ ખુદ રીક્ષાના માલિકનીજ  હોવાનું બહાર આવ્યું છે. વર્ષોથી વાપીના લવાછા વિસ્તારમાં રહી અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા અખિલેશ પાલ નામનો આ રિક્ષાચાલક  ઘરેથી પોતાના રોજીંદા ક્રમ મુજબ રીક્ષા લઇ અને સવારે નીકળ્યો હતો. પરંતુ થોડા સમય બાદ જ  તેની હત્યાની જાણ થતા જ પરિવાર પર આભ તૂટી પડયું હતું. મૃતક રિક્ષાચાલક અખિલેશ પાલ પરિવારમાં કમાનાર મુખ્ય વ્યક્તિ હતો. પરંતુ હવે તેની જ હત્યા થઇ જતા પરિવાર નોંધારો બન્યો છે. ત્યારે હત્યાના આ  મામલે વલસાડ એલ સી બી ની ટીમે વાપીમાંથી 4 આરોપી ઝડપી લીધા છે. આરોપીએ ગ્રાહકના સ્વાંગમાં રીક્ષા ચાલાકને રીક્ષા ભાડે કરવાની લાલચ આપી મૃતકને એકાંત સ્થળે લઇ ગયા હતા. તક મળતા જ આરોપીઓ રીક્ષા ચાલાક સાથે લૂંટ ચલાવી હતી. જોકે રીક્ષા ચાલાક અખિલેશે વિરોધ કરતા ચારેય આરોપીઓ એ અખિલેશ પર  જીવલેણ હુમલો કર્યો હતો અને  છરી વડે તેની હત્યા કરી નાખી હતી.

વલસાડ જિલ્લા એલસીબી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, આ રીઢા આરોપીઓની ગેંગે લૂંટના ઈરાદે મૃતક રિક્ષાચાલક અખિલેશ પાલની રિક્ષાને વાપી જીઆઇડીસી ચાર રસ્તા પરથી ભાડે કરી હતી. ત્યારબાદ ભાડાના બહાને આરોપીઓ રિક્ષાચાલકને વાપીના છેવાડે આવેલા ડુંગરા  વિસ્તારના ડુંગરા તળાવની પાછળ અવાવરૂ જગ્યાએ લઇ ગયા હતા. અને ત્યાર બાદ આરોપીઓએ એક બીજાને સાથે મળી અને રિક્ષાચાલકના ગળા અને છાતીના ભાગે તિક્ષણ હથિયારના ઘા ઝીંકી અને તેની કરપીણ હત્યા કરી હતી. ત્યાર બાદ રિક્ષા ચાલક પાસે રહેલા રોકડ રકમ સાથે તેનો મોબાઈલ ફોનની લૂંટ કરી અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. પોલીસની વલસાડ જિલ્લા એલસીબી પોલીસે રિક્ષા ચાલકની હત્યા ગુનામાં ઝડપાયેલ આરોપીની ઓળખ કરી હતી.

ઝડપાયેલા આરોપીઓ

* અજય ઉર્ફે બચી નિષાદ

* નવાબ અલી રવાબ અલી મહમદ ઉંમર

* નજીમ અહેમદ તૂફેલ  અહમદ શેખ

* સદામ મહંમદ રફીક શેખ

(5:40 pm IST)