Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

વડોદરા: વાઘોડિયા-ડભોઇ રોડ પર પતિ સાથે સ્કૂટરમાં જતી મહિલાના ગળામાંથી અછોડો તોડી તસ્કર ફરાર

વડોદરા:વાઘોડિયા-ડભોઇ રીંગરોડ પર પતિ સાથે સ્કૂટર પર જતી મહિલાના ગળામાંથી અછોડો તોડીને બે બાઇકસવાર આરોપીઓ ફરાર થઇ ગયા હતા. પાણીગેટ  પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. 

તરસાલી અશોક વાટિકા સોસાયટીમાં રહેતા રમીલાબેન કિશોરભાઇ સોલંકી (ઉ.વ.૬૦) ઘરકામ કરે છે. ગઇકાલે સવારે રમીલાબેન અને તેમના પતિ કિશોરભાઇ સોલંકી સ્કૂટર લઇને સયાજીપુરા દર્શનમ રેસિડેન્સીમાં રહેતા સસરાના ઘરે ગયા હતા.  રાત્રે સાડા નવ વાગ્યે તેઓ પતિ સાથે સ્કૂટર પર બેસીને ઘરે પરત જતા હતા. વાઘોડિયા-ડભોઇ રીંગરોડ પર ભારત પેટ્રોલપંપ નજીક પાછળથી આવેલા બે બાઇકસવાર લૂંટારાઓ રમીલાબેનના ગળામાંથી બે તોલા વજનનો અછોડો તોડીને ભાગી ગયા હતા. 

(5:07 pm IST)