Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

તિલકવાડા પોલીસ મથકે યોજાયેલા લોકદરબારમાં ઝેરી દવા પીવાની ઘટના અટકાવવા એસપીએ કરી અપીલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ દ્વારા તિલકવાડા પોલીસ મથકે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું,લોક દરબાર દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષકએ લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. અને લોકો ને પડતી સમસ્યાઓ સાંભળી તે સમસ્યાનો વહેલી તકે નિરાકરણ લાવવા માટે તેઓએ આશ્વાસન આપ્યું હતું ઉપરાંત પોલીસએ પ્રજાની મિત્ર છે કોઈ પણ સમસ્યા હોય તો ગભરાયા વિના પોલીસને જાણ કરવા માટે અપીલ કરી હતી

  અત્રે ઉલ્લેખનીય છે પોલીસ વિભાગ હંમેશા પ્રજાની સેવામાં હોય છે અને પ્રજાની તકલીફો દૂર કરવા માટે પોલીસ વિભાગ તરફથી કામગીરી કરવામાં આવતી હોય છે આ કામગીરી વધુ વેગવાન બને અને પોલીસ સાથે પ્રજાનો સંબંધ સચવાય અને વિસ્તારમાં પડતી દરેક તકલીફો દૂર થાય ઉપરાંત વિસ્તારમાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશ્ય સાથે તિલકવાડા પોલીસ મથકે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું આ લોક દરબારમાં પોલીસ અધિક્ષકે લોકો સાથે સીધો સંવાદ કરી વિસ્તારમાં નાની મોટી સમસ્યાઓ વિશે માહિતી મેળવી દરેક સમસ્યાનો વહેલી તકે નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપ્યું ઉપરાંત વિસ્તારમાં ઝેરી દવા પીવાની બનતી ઘટનાઓ અટકાવવા અને આ ઘટનાઓનુ મુખ્ય કારણ શોધી આવી ઘટનાઓને રોકવા અને લોકોની જિંદગી બચાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકે લોક દરબાર માં ઉપસ્થિત સૌ ને અપીલ કરી હતી

   
(10:00 pm IST)