Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

કેવડીયા રાજીવન ગેટ સામે ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માતમાં આધેડનું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દરરોજ અકસ્માત ની ઘટના બની રહી છે જેમાં હાલમાં કેવડીયા ખાતે પણ એક અકસ્માતમાં આધેડ વ્યક્તિનું મોત થયું છે
મળતી વિગતો અનુસાર વિશ્વનાથ અમૃતભાઇ તડવી (ઉ.વ.૨૫ )(રહે.ડેકાઇ, નાળાવાળુ ફળીયુ તા.ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમાં પિતા મોટર સાયકલ લઇને કેવડીયા રાજીવન ગેટ સામે રોડ પર કેવડીયા કોલોની તરફ જવા માટે રસ્તો ક્રોસ કરતા હતા તે વખતે એક્તા મોલ તરફથી આઇસર ટેમ્પો નં. GJ-03-BV-9854 ના ચાલકે ટેમ્પો પુર ઝડપે હંકારી લાવી ફરી પિતાની મોટર સાયકલ નં.GJ-22-L-0329 ની સાથે એક્સિડન્ટ કરતા પિતાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા અને ફ્રેક્ચર કરી સારવાર દરમ્યાન મોત નિપજાવી ગુનો કરતા કેવડીયા ટ્રાફિક પોલીસે ટેમ્પો ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.

(9:59 pm IST)