Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

CMO માંથી હિતેશ પંડ્યાએ આપ્યું રાજીનામુ : કિરણ પટેલના કેસમાં હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યાનું નામ હતું ચર્ચામાં

ઠગ કિરણ પટેલ સાથે ભાજપ નેતા અમિત પંડ્યાનું નામ આવતા ભાજપે અમિત પંડયા સાથે છેડો ફાડયો હતો : હવે હિતેશ પંડ્યાનું પણ રાજીનામુ

ગાંધીનગર :  કિરણ પટેલના કેસમાં ગુજરાત CMOમાંથી હિતેશ પંડ્યાએ રાજીનામુ આપ્યું છે. નોંધનીય છે કે  ઠગ કિરણ પટેલ સાથે ભાજપ નેતા અમિત પંડ્યાનું નામ આવતા ભાજપે અમિત પંડયા સાથે છેડો ફાડયો છે. કિરણ પટેલના કેસમાં અમિત પંડ્યાનું નામ સામે આવતા ઘણા સમયથી એ  ચર્ચા હતી કે પુત્રના કારનામાને કારણે પિતાનું પદ પણ છીનવાઈ શકે છે. આ શકયતાઓ વચ્ચે હિતેશ પંડ્યાના રાજીનામાના અહેવાલ સામે આવ્યા છે

(9:22 pm IST)