Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રાજ્યમાં કોરોનાએ તરખાટ મચાવ્યો : છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 79 કેસ સહીત 20 જિલ્લામાં નવા 241 પોઝિટિવ કેસ નોંધાયા

અમદાવાદ કોર્પોરેશનમાં 79 કેસ, મોરબી અને વડોદરામાં 23-23 કેસ રાજકોટ કોર્પોરેશનમાં 22 કેસ,સુરત કોર્પોરેશનમાં 21 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 11 કેસ,મહેસાણામાં 9 કેસ,રાજકોટમાં 6 કેસ,ગાંધીનગર કોર્પોરેશન અને કચ્છમાં 5-5 કેસ, આણંદ , સુરત અને વલસાડમાં 4-4 કેસ,અમરેલી, ભરૂચ,જામનગર કોર્પોરેશન,અને પાટણમાં 3-3 કેસ,પંચમહાલમાં 2 કેસ, અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર,ભાવનગર કોર્પોરેશન,બોટાદ,ગીર સોમનાથ,જૂનાગઢ,ખેડા,પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો : રાજ્યમાં એક્ટિવ કેસ વધીને 1291 થયા: શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર જુઓ સૂચિ

અમદાવાદ:ગુજરાતમાં ઘણા સમયથી શાંત રહેલ કોરોનાએ ફરી ફૂફાડો માર્યો છે,રાજ્યમાં કોરોનાએ ફરી સ્પીડ પકડી છે રોજ બરોજ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા છે, આજે વધુ 129 દર્દીઓ સ્વસ્થ થયા છે, અત્યાર સુધીમાં કુલ 12,67,419 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું છે, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,050 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.04 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 736 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,80.98.242 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 1291 કેસ છે.જેમાંથી 6 દર્દી વેન્ટિલેટર પર છે જયારે 1285 દર્દીઓ સ્ટેબલ છે.

 રાજ્યમાં આજે નવા  241 કેસ નોંધાયા છે,આજે અમદાવાદ કોર્પોરેશનમાં 79 કેસ, મોરબી અને વડોદરામાં 23-23 કેસ રાજકોટ કોર્પોરેશનમાં 22 કેસ,સુરત કોર્પોરેશનમાં 21 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 11 કેસ,મહેસાણામાં 9 કેસ,રાજકોટમાં 6 કેસ,ગાંધીનગર કોર્પોરેશન અને કચ્છમાં 5-5 કેસ, આણંદ , સુરત અને વલસાડમાં 4-4 કેસ,અમરેલી, ભરૂચ,જામનગર કોર્પોરેશન,અને પાટણમાં 3-3 કેસ,પંચમહાલમાં 2 કેસ, અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર,ભાવનગર કોર્પોરેશન,બોટાદ,ગીર સોમનાથ,જૂનાગઢ,ખેડા,પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે

(9:21 pm IST)