Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

સુરતમાં સેવન સ્‍ટાર અયોધ્‍યા માર્કેટના 12 જેટલા બિલ્‍ડરો દ્વારા કરોડો રૂપિયાની છેતરપીંડીઃ વેપારીઓને દુકાનના ભાડાનું એગ્રીમેન્‍ટ કરીને લાખોની ઠગાઇ કર્યાનો આક્ષેપ

ન્‍યાય માટે વેપારીઓ દ્વારા પોલીસ કમિશનર તથા ગૃહમંત્રીને રજુઆત

સુરત: સુરતમાં બિલ્ડરો દ્વારા ઠગાઈ કરવાના બનાવો છાશવારે વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં દુકાનનું ભાડું તગડું ચુકવણી લાલચ આપીને 300થી વધુ વેપારીઓ પાસેથી કરોડો રૂપિયા લઈ લીધા બાદ બિલ્ડરો દ્વારા હાથ ઊંચા કરી દીધા હોવાના આક્ષેપો  વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં વેપારીઓ ન્યાય માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોચ્યા છે. 

સુરતના સારોલી વિસ્તારમાં આવેલ આયોધ્યા ટેકસ્ટાઈલ માર્કેટ અને મોલમાં મોટી સંખ્યામાં વેપારીઓને દુકાનના ભાડાંની એગ્રીમેન્ટ કરીને આપ્યા હતા. તેમજ ડાયરી બનાવીને પૈસા પડાવી લીધા હોવાના આક્ષેપો વેપારીઓએ કર્યા છે. સેવન સ્ટાર અયોધ્યા માર્કેટના 12 જેટલા બિલ્ડરો દ્વારા  કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

એટલું નહિ અનેક વખત પોલીસ સ્ટેશન ના ધક્કા પણ ખાધા છે, પણ કોઈ ધ્યાન આપતું ન હોવાના આક્ષેપો થયા છે. જોકે આ મામલે ગૃહમંત્રી સુધી પણ રજૂઆત કરાઈ છે. ત્યારે વેપારીઓની માંગ છે ઠગાઈ કરનાર સામે કાનૂની ફોજદારી ગુનો દાખલ કરે તેવી માંગ ઉઠી છે. 

(6:44 pm IST)