Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

અમદાવાદમાં બ્રોકર તરીકેની ઓળખ આપી અલગ-અલગ રાજ્‍યના ટ્રાન્‍સપોર્ટર પાસેથી ભાડાપેટે ટ્રક બુક કરાવી સંપૂર્ણ રકમ પોતાના ખાતામાં જમા કરી ઠગાઇ કરતા સંદીપ સોરેનની ધરપકડ

મુળ હરિયાણાનો આરોપી ફોન સ્‍વીચ ઓફ કરી નવુ સીમકાર્ડ ખરીદતો

અમદાવાદ: આજ સુધી તમે અલગ અલગ રીતે છેતરપિંડી કરતા ઠગ લોકોના કિસ્સાઓ જોયા હશે. પણ આજ એક એવા ઠગની વાત કરવી છે કે જે કંપનીઓ અને ટ્રાન્સપોર્ટરોને પોતાનો શિકાર બનાવતો હતો. આ ઠગે ફક્ત ગુજરાતમાં જ નહિ પણ અન્ય રાજ્યોમાં પણ અનેક કંપનીઓ અને ટ્રાન્સપોર્ટરો સાથે છેતરપિંડી કરી છે. તો જોઈએ કોણ છે આ ઠગ અને કઈ રીતે કરતા છેતરપિંડી.

અમદાવાદમાં ગત તારીખ 6 માર્ચના રોજ અસલાલી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં મહેંદીપુર બાલાજી રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટના માલીકે સંદીપ સોરેને સેફ એન્ડ સિક્યોર લોજીસ્ટીક પ્રા.લી કંપની માંથી નવ ટ્રકને સામાન ભરી કુલ 3,84,000 રૂપિયા ભાડા પેટે નક્કી કરી ટ્રક માલિક પાસે નવ ટ્રક મંગાવી ભાડા પેટે ના સંપૂર્ણ રૂપિયા પોતાના ખાતામાં જમા થયા બાદ પોતાના ફોન સ્વીચ ઓફ કરી દઇ અને ટ્રક માલીકોને ભાડા પેટેની રકમ આપી નહી. જેથી સેફ એન્ડ સિક્યોર લોજીસ્ટીક પ્રા.લી કંપનીના કર્મચારી એ સંદીપ સોરેન વિરુદ્ધ અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે આરોપી સંદીપની ધરપકડ કરી છે.

સમગ્ર મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે સંદીપ સોરેન અગાઉ પણ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા જેવા અલગ અલગ રાજ્યમાં ટ્રાન્સપોર્ટર પાસે થી ટ્રક બુક કરી કંપની નો સામાન ભરી પોતે બ્રોકર તરીકે કામ કરી ભાડા પેટે નક્કી થયેલ સંપૂર્ણ રકમ પોતાના ખાતામાં જમા થયા બાદ ફોન સ્વીચ ઓફ કરી ટ્રક માલીકો ને ભાડા પેટે નક્કી થયેલ રકમ આપતો નથી અને પોતાનો ફોન સ્વીચ ઓફ કરી નવુ સીમ કાર્ડ ખરીદી લેતો હતો. આરોપી સંદીપ મુળ હરિયાણાનો છે. 

હાલમાં તેની કોઇ ઓફીસ નથી અને પોતે અલગ અલગ નંબર થી ટ્રાન્સપોર્ટર તેમજ કંપની ઓ સાથે સંપર્ક કરી પોતે બ્રોકર તરીકે ની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરી વિશ્વાતઘાત કરતો હોવાનું સામે આવ્યું છે. અસલાલી પોલીસે આરોપી સંદીપ સોરેન ને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી અને આરોપી મૂળ હરિયાણાનો હોવાથી તેના ઘરે તપાસ કરતાં હાજર મળી આવ્યો નો હતો. સંદીપ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના વતનમાં આવતા ન હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જે બાદ પોલીસે ટેકનીકલ સર્વેલન્સ, હ્યુમન રિસોર્સિસ આધારે તપાસ કરતા આરોપી સંદીપની મહારાષ્ટ્રના ઔરંગાબાદ આરોપીની ધરપકડ કરી હતી.

આરોપી સંદીપની પુછપરછ દરમિયાન સંદીપે અલગ અલગ રાજ્યોમાં ઘણા બધા ટ્રાન્સપોર્ટ તેમજ કંપની ઓ સાથે આ રીતે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલા ની કબુલાત પણ કરી હતી. હાલતો અસલાલી પોલીસે આરોપી સંદીપ સોરન ની ધરપકડ કરી અલગ અલગ છેતરપિંડીના ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી છે.

(6:41 pm IST)