Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

મહેસાણાના ઉચરપી ગામના માઇભક્‍ત 5 ફુટ ખાડામાં 8 દિવસ અન્‍નજળનો ત્‍યાગ કરી ઉપાસના કરતા ભગવાનજીભાઇ ચૌધરી

માઇભક્‍તની તપヘર્યાથી દર્શન માટે ઉમટતા લોકો

મહેસાણા: માણસ એક દિવસ પણ અન્ન જળ વગર રહી ન શકે એવામાં મહેસાણાના એક માંઈ ઉપાસક ચૈત્રી નવરાત્રીમાં 5X5 ફૂટના ખાડામાં 8 દિવસ અન્નજળ ત્યાગ કરી અનોખી ઉપાસના કરી રહ્યા છે. પવિત્ર ચૈત્ર માસ એટલે દૈવી શક્તિની ઉપાસનાનું પૂર્વ. અને આ ચૈત્રી નવરાત્રી પર્વમાં મહેસાણાના ઉચરપી ગામમાં રહેતા 48 વર્ષીય ભગવાનભાઈ ચૌધરી માતાજીની અનોખી આરાધના કરી રહ્યા છે. 

માઈ ભક્ત ભગવાનભાઈ ચૌધરી ચૈત્રી નવરાત્રી ની એકમે 5x5 ના ખાડામાં આંખે પાટા બાંધી ઉતર્યા હતા. જે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસથી આઠમ સુધી કઠોર તપશ્ચર્યા કરશે. જે ખાડાને પણ ઉપરથી ઢાંકી દેવામાં આવ્યો છે. ચૈત્ર માસના 8 દિવસ આંખે પાટા બાંધી સમાધિમાં જમીનમાં રહી ઘોર તપશ્ચર્યા કરવી એ ખરેખર કઠિન કાર્ય છે. 

ઉચરપી ગામના માઈભક્ત ભગવાનભાઈ એ શરૂ કરેલી તપશ્ચર્યા ના દર્શન માત્ર માટે લોકો ઉમટી પડે છે. અગાઉ પણ ત્રણ થી ચાર વાર આ પ્રકારે ઉપાસના કરી ચૂક્યા છે. અને 8 દિવસની ઉપાસના બાદ ખાડા માંથી સ્વસ્થ રીતે બહાર નીકળી ચૂક્યા છે. ચૈત્રી એકમે દૂર દૂરથી આવેલ ભક્તોની હાજરીમાં જમીનના ખાડામાં ભક્તિમાં લીન થઈ માઈ ભક્ત ભગવાનભાઈ ચૌધરી દૈવી શક્તિની આરાધના કરી રહ્યા છે.

(6:41 pm IST)