Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ગુજરાતમાં સરકારી ઉત્‍સવો અને પ્રચારમાં રૂા. ૯૮૮ કરોડનો ખર્ચ

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. ૨૪ : સરકારી ઉત્‍સવો - કાર્યક્રમની જાહેરાત પાછળ કરવામાં આવેલ ખર્ચ અંગે કોંગ્રેસના કિરીટકુમાર પટેલ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના ઉત્તરમાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, તા. ૩૧-૧૨-૨૨ની સ્‍થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્‍યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા સરકારી ઉત્‍સવોની જાહેરાત પાછળ કોઇ ખર્ચ કરવામાં આવ્‍યો નથી. સરકારે આપેલ જવાબ મુજબ કુલ ખર્ચ ૯૮૮.૫૮ કરોડ ખર્ચ થાય છે.

સરકારના કાર્યક્રમોનસી જાહેરાતો પાછળ જે ખર્ચ કરવામાં આવ્‍યો છે. તેમાં કુલ રૂા. ૫૫૬.૫૮ લાખ ઇલેકટ્રોનિક મીડિયામાં રૂા. ૪૩૨ લાખનો ખર્ચ કરવામાં આવ્‍યો છે.

(4:39 pm IST)