Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ગુજરાતમાં ટ્રાફીકની સુગમતા માટે નવા હાઇસ્‍પીડ કોરીડોર્સ

અમદાવાદ, તા.૨૪: રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગે શહેરોને પ્રવાસન અને ધાર્મિક સ્‍થળો સાથે જોડીને નાગરિકોને સારી સુવિધા પ્રદાન કરવા માટે ૨૦૨૩-૨૪ના પોતાના ૨૦૬૪૨ કરોડ રૂપિયાના બજેટમાં કેટલાક હાઇસ્‍પીડ કોરીડોર અને ફલાય ઓવરો પ્રસ્‍તાવિત કર્યા છે. આ ઉપરાંત રાજયમાં જૂના પૂલોને મજબૂત બનાવવા માટે રૂપિયા ૬૬૧ કરોડની જોગવાઇ કરી છે.

ગુરૂવારે વિધાનસભામાં મંત્રી જગદીશ વિશ્‍વકર્માએ કહ્યું કે ગ્રામ્‍ય રસ્‍તાઓ મુખ્‍યમંત્રી ગ્રામ્‍ય માર્ગ વિકાસ પ્રોજેકટ હેઠળ વિકસાવવામાં આવશે. તેમણે કહ્યું કે ભરૂસ અને દહેજને જોડતા માર્ગને રૂપિયા ૮૦૦ કરોડના ખર્ચે કન્‍ટ્રોલ્‍ડ એકસેસ એકસપ્રેસ વે તરીકે વિકસાવાશે.

ગાંધીનગરમાં ડો.જીવરાજ મહેતા ભવન ખાતેની કચેરીઓને પુનઃર્વિકસીત કરવાનો પણ પ્રસ્‍તાવ છે. રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે બે નવા બ્‍લોકનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત સાબરમતી ખાતે રૂપિયા ૯૧ કરોડના ખર્ચે નવી સરકારી કચેરીઓ બનાવવામાં આવશે.

અમદાવાદ અને ગાંધીનગર વચ્‍ચે ટ્રાફીકના પ્રવાહની સરળતા માટે ૫૦ કરોડ રૂપિયાના ખર્ચે પીડીઇયુ જંકશન પર એક ફલાઇઓવર પ્રસ્‍તાવિત કરાયો છે. બીજો એક ફલાયઓવર પેથાપુર જંકશન ખાતે ૪૦ કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે એમ તેમણે કહ્યુ હતું.

પ્રસ્‍તાવિત હાઇસ્‍પીડ કોરીડોર્સ

ડાકોર-અમદાવાદ ભાવનગર અમરેલીને જોડવા   રૂપિયા ૫૦૦ કરોડ

માટે વટાવણ - પીપળી            રૂપિયા ૪૫૦ કરોડ

સુરત-સચિન-નવસારી             રૂપિયા ૧૧૫ કરોડ

અમદાવાદ-મહેસાણા-પાલનપુર   રૂપિયા ૯૫૦ કરોડ

વડોદરા-એકતાનગર               રૂપિયા ૩૫૨ કરોડ

ટેન્‍ટ સીટી ધોરડો                   રૂપિયા ૧૨૫ કરોડ

દ્વારકા, જાંબુછોડા, ધોરડો, ધોળાવીરા, સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી, અંબાજી, ધરોઇ, વડનગર, સાસણગીર અને સોમનાથને જોડતા રસ્‍તાઓ માટે રૂપિયા ૧૭૩૧ કરોડ

(4:53 pm IST)