Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ગુજરાતમાં દર કલાકે ૧૧ લોકોને કોરોનાઃ ૩ દિવસમાં ૨ બાળકોના મોત

ગુજરાત સહિત દેશમાં કોરોનાના કેસોની સંખ્‍યામાં વધારો થઈ રહ્યો છે. રાજયમાં એક્‍ટિવ કેસની સંખ્‍યા ૧૧૭૯ થઈ ગઈ છે. રાજયમાં દર કલાકે ૧૧ લોકો કોરોનામાં સપડાઈ રહ્યા છે.

રાજયમાં ફરી એકવાર ૩ દિવસમાં ૨ બાળકોના મોતની ઘટના ધ્રૂજાવનારી છે. મહેસાણા બાદ અમદાવાદમાં ૧૩ વર્ષની બાળકીનું કોરોનાથી મોત થયું છે. કોરોના અને બે મિશ્ર ઋતુના લીધે રોગચાળો પણ સતત વધી રહ્યો છે. વાયરલ ઈન્‍ફેક્‍શન અને કોરોનાના લક્ષણો એક સરખા હોવાથી લોકો મુઝવણમાં મુકાઈ રહ્યા છે.

(12:51 pm IST)