Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

અમદાવાદના ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર આ વર્ષે ૧૦૭ કિલો સોનું ઝડપાયું

સોનાના ભાવો વધતા દાણચોરીમાં થઇ રહ્યો છે વધારો :ગત વર્ષ કરતા ૨૧૬ ટકા વધારે સોનું ઝડપાયુ

નવી દિલ્‍હી,તા. ૨૪ : સોનાના ભાવમાં વધારો અને ભારતમાં સોના પર ભારે ટેક્ષ અને ડયુટીના કારણે ગત વર્ષમાં સોનાની દાણચોરીમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્‍દ્રીફ નાણા મંત્રાલયના આંકડાઓ અનુસાર ૨૦૨૨-૨૩ના નાણાકીય વર્ષમાં ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પરથી ૧૦૭.૪૭ કિલો દાણચોરીનું સોનું ઝડપાયું છે. જે ૨૦૨૧-૨૨માં ઝડપાયેલ ૩૩.૯૫ કિલોગ્રામમાં ૨૧૬ ટકાનો વધારો દર્શાવે છે.

સોનાની બેઝીક કસ્‍ટમ ડયુટીમાં વધારો કરાયા પછી સોનાની દાણચોરીમાં વધારો થઇ રહ્યો છે. ૧ જુલાઇ ૨૦૨૨થી સોના પર ૧૨.૫ ટકા બેઝીક કસ્‍ટમ ડયુટી અને ૨.૫ ટકા કૃષિ સેસ લાગે છે. આ ઉપરાંત સોનાની ખરીદી પર ૩ ટકા જીએસટી લાગે છે. આમ બધુ મળીને સોના પર ૧૮ ટકા જેટલો ટેક્ષ લાગે છે.

સોમવારે અમદાવાદમાં સોનાના ભાવ ૬૦,૪૦૦ પ્રતિ ૧૦ ગ્રામ હતા. આનો અર્થે એ થયો કે એક કીલો સોનાની દાણચોરીમાં રૂપિયા ૧૦ લાખ ૮૦ હજારનો ફાયદો થાય છે. રસપ્રદ વાત એ છે કે સોનાની ડયુટી પેઇડ આયાત સતત ઘટતી જાય છે.

ઇન્‍ડીયા બુલીયન એન્‍ડ જ્‍વેલર્સ એસોસીએશન (આઇબીજેએ)ના ડાયરેકટર હરેશ આચાર્યએ કહ્યું કે વિશ્વમાં રાજકીય અનિヘતિતા, ડામાડોળ આર્થિક પરિસ્‍થિતી, અમેરિકા અને યુરોપથી બેંકો નબળી પડવી અને વૈશ્વિક શેરબજારોની અસ્‍થિરતાના કારણે

(10:06 am IST)