Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

પ્રભાસ પાટણ નાના કોળી સમાજ દ્વારા અષાઢી બીજના ઉત્સવ

એક ટન માલપૂવાનો પ્રસાદ પાચ હજાર થી વધુ લોકોએ લીધેલો

પ્રભાસ પાટણ : પ્રભાસ પાટણ નાના કોળી સમાજમા અષાઢી બીજના ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ જેમાં ધી ગોળ ધંઉનો લોટ સહિત સામગ્રીથી એક ટનનો માવપુવાનો પ્રસાદ બનાવવામાં આવે છે આ પ્રસાદ બનાવવામાં માટે વહેલી સવારના પાચ વાગ્યાથી માલપુઆ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે અને આઠ મોટી કડાઈ માં કારીગરો દ્વારા માલપુઆ બનાવવામા આવે છે અને આ માલપુઆ મીની  ટૃકટર દ્વારા  કોળી સમાજ ની વાડી મા લાવવામાં આવે છે

આ કામગીરીસાજના છ કલાક સુધી ચાલે છે અને સાંજના નાના  કોળી સમાજની વાડીમા પાંચ હજારથી વધુ લોકો પ્રસાદી લીધેલ હતો

    વડીલો પાસેથી મળતી માહિતી મુજબ નાના કોળી સમાજ મા અષાઢી બીજ નો ઉત્સવ વર્ષો થી ઉજવવામાં આવે છે જેને પચાસ વર્ષ થી વધુ સમય થી ઉત્સવ મનાવવામાં આવે છે

   આ ઉત્સવ મનાવવામાં મા નાના કોળી સમાજ ના પ્રમુખ પ્રવિણભાઈ ચુડાસમા,ઉપ પ્રમુખ કેતનભાઈ પરમાર, ખજાનચી જગદીશભાઈ વાજા સહિત આગેવાનો ના માર્ગદર્શન હેઠળ 150 વધું યુવાનો આ ઉત્સવ ને સફળ બનાવવા જહેમત ઉઠાવે છે

(12:20 am IST)