Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિર્માણ અંતર્ગત માંડલ ખાતે માતૃશક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : માંડલમા પરાવાસ-મોટા રામજી મંદિર ખાતે શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિર્માણ ને લઈને માતૃશક્તિ સંમેલન નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં માંડલ તાલુકા માંથી દેત્રોજ-સિતાપુર-દાલોદ-માંડલ આમ ચાર ગામો માંથી મહિલાઓ સંમેલનમાં જોડાયા હતા તથા માંડલ ગામના મહિલા સત્સંગ મંડળ અને દરેક જ્ઞાતિઓ ની મહિલા મંડળ  અને એવા 110 મહિલા ઉપસ્થિત રહ્યા હતા

  સંમેલનમાં રાષ્ટ્ર સેવિકા સમિતિના સૌરાષ્ટ્ર પ્રાંત નિધિ પ્રમુખ  અંજનાબેન ગોવિંદભાઇ ટીંબડિયા એ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત બહેનોને શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિર્માણ નિધિ સમર્પણ મહાભિયાન ની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમા ઉમાબેન આચાર્ય રાષ્ટ્ર સેવિકા સમિતિ સુરેન્દ્રનગર જિલ્લા અને વિરમગામ જિલ્લા કાર્યવાહીકા પણ ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોએ ટીમ બનાવી દરેક ઘરે સંપર્ક કરવા માટેની યોજના બનાવવા મા આવી હતી.

(9:12 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,198 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,54,744 થઇ :એક્ટિવ કેસ 1,82,205 થયા: વધુ 14,675 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,14 ,738 થયા :વધુ 144 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,365 થયા access_time 12:51 am IST

  • અક્ષયકુમારે જાહેર કર્યો 'બચ્ચન પાંડે'નો લુકઃ ર૬ જાન્યુઆરી ર૦રર માં રીલીઝ થશે access_time 3:16 pm IST

  • કોરોના રસીનો પ્રતાપ કે નવી નેતાગીરીનો ચમત્કાર ? અમેરિકામાં કોરોના કેસમાં ધીમો ઘટાડો આજે પણ ચાલુ રહ્યો : આજેઅમેરિકામાં પોણા બે લાખથી પણ નીચે નવા કોરોના કેસોનો આંક ચાલ્યો ગયો, સતત ત્રીજા દિવસે બે લાખથી નીચે કેસ રહ્યા, છેલ્લા ૨૪ કલાકમાં યુએસએમાં કોરોનાએ ૩,૫૦૦ના જીવ લીધા: ઈંગ્લેન્ડમાં પણ કોરોનાના નવા ૩૩ હજાર કેસ નોંધાયા અને ૧૪૦૦ ના મૃત્યુ: બ્રાઝિલમાં એકધારા ૬૦ હજાર ઉપર રોજ કેસ નોંધાય છે, આજે ૬૧,૦૦૦ કેસ નોંધાયા: ફ્રાન્સમાં ૨૪ હજાર અને રશિયામાં વીસ હજાર નવા કોરોના કેસ નોંધાયા: ઓસ્ટ્રેલિયામાં ૨૪ કલાકમાં માત્ર ત્રણ નવા કેસ થયા છે: જ્યારે ચીનમાં ૮૦ હોંગકોંગમાં ૮૧ અને યુનાઈટેડ આરબ અમિરાત/દુબઈમાં આજે ૩૫૦૦ નવા કેસ નોંધાયા છે: ભારતમાં ૧૫ હજાર આસપાસના નવા કેસ નોંધાયા, જ્યારે ૧૫૫ મૃત્યુ થયા, સાથોસાથ સોળ હજાર કોરોના દર્દીઓ સાજા પણ થયા છે. access_time 3:52 pm IST