Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

વડોદરાના આજવા રોડ પર પાણીની લાઈનમાં સાત દિવસની ભંગાણ આવતા હજારો લીટર પાણીનો જથ્થો વેડફાયો

વડોદરા:શહેરના આજવા રોડ પર આવેલા ચામુંડા નગર વસાહતમાં છેલ્લા સાત દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પીવાના ચોખ્ખા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેના કારણે સ્થાનિક રહીશો વહેલી તકે સમસ્યાના નિરાકરણ માટે માંગ કરી રહ્યા છે.

આ અંગે સામાજિક કાર્યકર તેજસ બ્રહ્મભટ્ટ તથા સ્થાનિક રહીશોએ કોર્પોરેશનની કચેરી ખાતે રજૂઆત કરી હતી તેમ છતાં પણ હજુ સુધી સમસ્યાનો નિકાલ આવ્યો નથી. જેના કારણે લોકોમાં તંત્ર વિરૂદ્ધ નારાજગી જોવા મળી હતી અને વહેલી તકે આ પાણી લીકેજ બંધ થાય તેવી માગ કરી હતી. અત્રે નોંધનીય છે કે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ છે ત્યારે રોજેરોજ આવી ઘટનાઓના કારણે લોકોમાં તંત્ર વિરુદ્ધ આક્રોશ દેખાઈ રહ્યો છે

(5:20 pm IST)