Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

સુરતમાં કોંગ્રેસના નેતાઓ નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યા : લોકશાહીનો હત્યારો અને જનતાનો ગદ્દાર લખેલા પોસ્ટર લગાવ્યા : આક્રોશ ઠાલવ્યો

ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ક્યાં છે તેમનો પરિવાર ક્યા છે તેને લઈને કોઈ જાણકારી નથી.: કુંભાણીનો કોઈ અતોપતો નથી

સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદથી ગાયબ છે. ફોર્મ રદ થતા સરથાણા વિસ્તારમાં તેમના ઘરને તાળા લટકેલા જોવા મળી રહ્યા છે. રવિવારે ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ક્યાં છે તેમનો પરિવાર ક્યા છે તેને લઈને કોઈ જાણકારી નથી. ત્યારે આજે કોંગ્રેસના કાર્યકરો કુંભાણીના ઘરની બહાર વિરોધ કરવા પહોચ્યાં હતા.

સુરતમાં કોંગ્રેસના નેતાઓએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી રોષ વ્યક્ત કર્યો છે. લોકશાહીનો હત્યારો અને જનતાનો ગદ્દાર લખેલા પોસ્ટર લઈ કોંગ્રેસ કાર્યકરોએ કુંભાણીનો વિરોધ કર્યો હતો. કુંભાણીના ઘર બહાર કોંગ્રેસ નેતાઓએ પોસ્ટર લગાવ્યા છે. સરથાણા વિસ્તારમાં નિલેશ કુંભાણીના ઘરે તાળા લગાવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી નિલેશ કુંભાણી અને પરિવાર ઘરે નથી જેની માહિતી તેમના પાડોશીએ આપી છે. નિલેશ કુંભાણી ક્યાં છે તે કોઈને ખબર નથી.

તમને જણાવી દઈએ કે સુરત બેઠક પરથી કુંભાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ પણ તેમના ટેકેદારો અને તેમની સહિ અયોગ્ય ઠરતા તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતુ આ મામલે મોટો વિવાદ પણ થયો હતો જે બાદથી કુંભાણીનો કોઈ અતોપતો મળી રહ્યો નથી. ત્યારે તેમની પાર્ટીના કાર્યકરો તેમના વિરુદ્ધ રોષ ઠાલવી વિરોધ કરવા ઘરે પહોચ્યાં હતા.

(6:47 pm IST)