Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

કલોલ:હાઇવે પર રસ્તો ઓળંગતી મહિલાને અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત

કલોલ :  કલોલના હાઇવે ઉપર ગાયત્રી મંદિર પાસે રોડ ઓળંગી રહેલી મહિલાનું  અજાણ્યા  વાહનની ટક્કરે મોત નિપજ્યું હતું બનાવ અંગે પોલીસે અકસ્માત કરીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક સામે  તપાસ હાથ ધરી છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલના હાઇવે ઉપર આવેલા ગાયત્રી મંદિર સામે પાર્વતી નગર સોસાયટીમાં રહેતા ગીતાબેન પ્રજાપતિ વહેલી સવારે રોડ ઓળંગી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે અંબિકા હાઇવે થી મહેસાણા તરફ જતા રોડ ઉપર પુરપાટ નીકળેલા અજાણ્યા  વાહને તેમને ટક્કર મારી હતી આ અકસ્માતમાં તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે કલોલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને તપાસીને મરણ ગયેલ જાહેર કર્યા હતા બનાવ અંગે પોલીસે મહિલાના પુત્ર અંકિતની ફરિયાદના આધારે અકસ્માત કરીને ભાગી છુટેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(6:26 pm IST)