Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

અમદાવાદના રખિયાલમાં અંગત અદાવતમાં 9 રાઉન્ડ ફાયરિંગ કરી આંતક મચાવનારા ત્રણ આરોપી ઝડપાયા

ફિલ્મી સ્ટાઈલમાં આવી સ્થાનિક લોકોને માર મારી 9 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ;રખિયાલ પોલીસે હત્યાનો પ્રયાસ અને ફાયરિંગનો ગુનો નોંધ્યો

અમદાવાદ : શહેરના રખિયાલ વિસ્તારમાં અંગત અદાવતમાં 9 રાઉન્ડ ફાયરિંગ કરી આંતક મચાવનારા ત્રણ આરોપીની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. ફિલ્મી સ્ટાઈલમાં આવી સ્થાનિક લોકોને માર મારી 9 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. સમગ્ર મામલે રખિયાલ પોલીસે હત્યાનો પ્રયાસ અને ફાયરિંગનો ગુનો નોંધ્યો છે.

  ફિલ્મી સ્ટાઇલમાં કારમાં આવીને સ્થાનિક લોકોને માર મારીને ફાયરિંગ કર્યુ હતુ. રખિયાલ પોલીસે હત્યાના પ્રયાસ અને ફાયરિંગને લઈને ગુનો નોંધ્યો છે. ક્રાઇમ એસ.ઓ.જીએ હથિયાર સાથે ત્રણ આરોપી ધરપકડ કરી છે. સોશિયલ મીડિયામાં ડોન બની ફાયરિંગ કરી રીયલ બનાવનાર ગુનેગાર ફઝલ શેખ ક્રાઇમ એસ.ઓ.જીની ગિરફતમાં આવ્યો છે.આરોપી ફઝલ શેખ,મેહફુસમિયા મલેક અને લુકમાન ઉર્ફે સમીર ભટ્ટીની ક્રાઇમ એસ.ઓ.જીએ ધરપકડ કરી છે.

   
(12:15 am IST)