Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ધાનેરા નગરપાલિકામાં વીજપૂરવઠો કપાયા બાદ ફરી શરૂ : પાલિકા હવે 2.60 કરોડ રૂપિયાનુ વીજબિલ હપ્તેથી ભરશે

GEB સાથે વાટાઘાટો સફળ રહ્યાં બાદ હવેથી પાલિકા હપ્તા સિસ્ટમથી વીજ બિલ ભરશે

બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકામાં વીજ જોડાણ કપાયા બાદ હવેથી પાલિકા હપ્તાથી વીજબીલ ભરશે. GEB સાથે વાટાઘાટો બાદ હવેથી પાલિકા હપ્તા સિસ્ટમથી વીજ બિલ ભરવાની છે. પાલિકાએ રૂપિયા 2.60 કરોડના વીજ બીલ ન ભરતા GEBએ વીજ જોડાણ કાપી નાખ્યા હતા. જેથી પાલિકામાં અંધારપટ છવાતા જનરેટર દ્વારા લાઈટ ચાલુ કરવામાં આવી હતી.

 નગરપાલિકા કચેરીએ 2 કરોડ 60 લાખ રૂપિયાનું વીજ બીલ ભર્યુ ન હતુ. આ અંગે નગરપાલિકાને વારંવાર નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આખરે GEBએ વીજ જોડાણ કાપી નાખ્યુ હતુ. જેના કારણે સ્થાનિકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો.

રોજ-બરોજના કામે આવતા ધાનેરાના નાગરિકોને પારાવાર અગવડ પડી રહી છે. વીજળીના અભાવે કોમ્પ્યૂટર બંધ થઈ જતા લોકોને જરૂરી દસ્તાવેજો મળતા નથી. પાલિકા કચેરીના સ્ટાફને પણ કામ ન થતા પ્રજા સાથે માથાકૂટ થતી હતી ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે સમગ્ર હેરાનગતિ મુદ્દે વર્તમાન શાસકોના ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવ્યો

(12:10 am IST)