Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

દોસ્તો સાથે ડેમ પાસે ફરવા આવ્યો હતો : ઝાલોદ તાલુકાના વગેલા ગામનો રહેવાસી

દાહોદના લીમડી નજીક રણીયાર ગામ પાસે ડેમમાં વિદ્યાર્થી ડુબ્યો

દાહોદમાં લીમડી નજીક ડેમમાં રણીયાર ગામ પાસે ડેમમાં વિદ્યાર્થી ડુબ્યો છે.આ અંગે મળતી વિગત મુજબ આ વિદ્યાર્થી દોસ્તો સાથે ડેમ પાસે ફરવા ગયો હતો. આ વિદ્યાર્થી ઝાલોદ તાલુકાના વગેલા ગામનો રહેવાસી છે. ધો-10 મા અભ્યાસ કરતો વિદ્યાર્થી ડેમમાં ડુબી જતા અરેરાટી મચી ગઈ છે.  ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગે તપાસ હાથ ધરી છે. કિશોર ડૂબવાને લઈને પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.  

(11:49 pm IST)