Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સંતરામપુરમાં હોન્ડાના શોરૂમમાં ભીષણ આગ : લાખોની કિંમતના વાહનો બળીને ખાખ

કોલેજ રોડ પર આવેલ હોન્ડા બાઇકના શો રૂમમાં આગ લાગતા મોટી સંખ્યામાં વાહનો બળીને ખાખ: અફરાતફરીનો માહોલ

મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં હોન્ડાના શોરૂમમાં ભીષણ આગ લાગી છે. સંતરામપુર શહેરમાં કોલેજ રોડ પર આવેલ હોન્ડા બાઇકના શો રૂમમાં આગ લાગતા મોટી સંખ્યામાં વાહનો બળીને ખાખ થયા છે. અગમ્ય કારણોસર શો રૂમમાં આગ લાગતા લાખોનું નુકસાન થયું છે. આગ લાગવાનો બનાવ બનતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. શો રૂમમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. .

(11:30 pm IST)