Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

અમદાવાદ મનપાના કાઉન્સિલરના ડુપ્લીકેટ રબર સ્ટેમ્પ અને સહી કરી આધારકાર્ડ લિંક કરવાનું કૌભાંડ ઝડપાયું:6 આરોપીની ધરપકડ

શિવરંજની ચાર રસ્તા પાસે આવેલ પોપ્યુલર પ્લાઝામાં આવેલ આધાર સેવા સાયબર કાફેમાં તપાસ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું

અમદાવાદમાં આધારકાર્ડ લિંકનું મોટું કૌભાંડ ઝડપાયું છે. અમદાવાદમાં  AMC કાઉન્સિલરના  ડુપ્લીકેટ રબર સ્ટેમ્પ અને સહી કરી આધારકાર્ડ લિંક કરવાનું કૌભાંડ ઝડપાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા વાડજ વોર્ડના કાઉન્સિલર ભાવનાબેન વાઘેલાના ડુપ્લીકેટ રબર સ્ટેમ્પ અને સહી કરી આધારકાર્ડ લિંક કરવાનું કૌભાંડ  ઝડપાયું છે

  શિવરંજની ચાર રસ્તા પાસે આવેલ પોપ્યુલર પ્લાઝામાં આવેલ આધાર સેવા સાયબર કાફેમાં તપાસ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.  આ અંગે ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન-7ની ટીમેં સ્થળ ઉપર તપાસ કરી 6 લોકોની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં AMCના વધુ કાઉન્સિલરોના રબર સ્ટેમ્પ ઝડપાય તેવી શકયતા છે. આ સમગ્ર મામલે પ્રહલાદનગર પોલીસ સ્ટેશનમાં વધુ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

(10:53 pm IST)