Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ગુજરાતના શૌર્યજીત સહિત 11 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો :રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે સમ્માન

રાષ્ટ્રપતિ મુર્મૂએ એવોર્ડ મેળવનાર તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા

અમદાવાદ :વર્ષ 1996થી ભારતમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવાની શરુઆત થઈ હતી. આ પુરસ્કાર 18થી ઓછી વયના બાળકોને તેમની વિશિષ્ટ ઉપલબ્ધિઓ માટે આપવામાં આવે છે. આ પુરસ્કારમાં બાળકને મેડલ, સર્ટીફિકેટ અને કેશ પ્રાઈઝ આપવામાં આવે છે.રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગુજરાતના શૌર્યજીત સહિત 11 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સમ્માનિત કર્યા હતા

રાષ્ટ્રપતિ મુર્મૂએ એવોર્ડ મેળવનાર તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, બાળકો આપણા ભવિષ્યના કેપ્ટન છે. ભારત સરકાર બાળકોને નવીનતા, સમાજ સેવા, શિક્ષણશાસ્ત્ર, રમતગમત, કલા અને સંસ્કૃતિ અને બહાદુરી એમ 6 શ્રેણીઓમાં તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પ્રદાન કરે છે.

દરેક પુરસ્કાર મેળવનારને મેડલિયન, એક લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ વર્ષે, બાલ શક્તિ પુરસ્કારની વિવિધ શ્રેણીઓ હેઠળ PMRBP-2023 માટે દેશભરમાંથી 11 બાળકોને પસંદ કરવામાં આવ્યા છે. પુરસ્કાર મેળવનારાઓમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 6 છોકરાઓ અને 5 છોકરીઓનો સમાવેશ થાય છે.

11 બાળકોને એવોર્ડ મળ્યો હતો જે બાળકોના નામ આ મુજબ છે

  • માસ્ટર આદિત્ય સુરેશ – કેરળ – કલા સંસ્કૃતિ
  • આદિત્ય પ્રતાપ સિંહ ચૌહાણ – છત્તીસગઢ – ઈનોવેશન
  • અનુષ્કા જોલી – દિલ્હી – સમાજ સેવા
  •  હનાયા નિસાર – જમ્મુ – રમતગમત
  •  કોલાગાટલા મીનાક્ષી – આંધ્રપ્રદેશ સ્પોર્ટ્સ
  • ગૌરવી રેડ્ડી – તેલંગાણા – કલા સંસ્કૃતિ
  •  ઋષિ શિવ પ્રસન્ન- નવીનતા – કર્ણાટક
  • રોહન રામચંદ્ર – હિંમત – મહારાષ્ટ્ર
  • સંભવ મિશ્રા – ઓડિશા – કલા સંસ્કૃતિ
  • શૌર્યજીત- ગુજરાત- રમતો
  • શ્રેયા ભટ્ટાચાર્ય – આસામ – કલા સંસ્કૃતિ

10 વર્ષનો મલખમ ખેલાડી શૌર્યજીત ગુજરાતના વડોદરાનો રહેવાસી છે. વર્ષ 2022માં તે નેશનલ ગેમ્સમાં તેના પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદી પણ તેના પ્રદર્શનથી પ્રભાવિત થયા હતા. તેમણે શૌયજીતનો વીડિયો ટ્વિટ કરીને લખ્યું હતું કે, વૉટ અ સ્ટાર શૌર્યજીત ઈઝ!

 

(10:42 pm IST)