Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ચૈતર વસાવાએ એમના મતવિસ્તારમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં ભેટ સ્વરૂપે બંધારણનું પુસ્તક ભેટમાં આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :આપના ધારાસભ્ય ચૈતર વસાવા સતત ચર્ચાનું કેન્દ્ર બનતા જાય છે ક્યાંક સંકલનની બેઠકમાં અધિકારીની ઉપસ્થિતિમાં મનરેગા, નલ સે જલ, સાથે એજન્સીઓ દ્વારા કરવામાં આવતા કામોમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની વિગતો પ્રકાશિત કરે છે સાથે જ સામાજિક પ્રસંગમાં હાજરીની સાથે સાથે આદિવાસી સમાજમાં યોજાતા લગ્ન પ્રસંગમાં રાત્રી દરમિયાન બેન્ડ પાર્ટીની સાથે વરરાજાને ખભા પર બેસાડી ડાન્સ કરતો વીડિયો પણ થોડા સમય પહેલા પ્રકાશિત થયો હતા

 આવા અનેક કિસ્સામાં લોકોને જરૂરિયાત ચીજ વસ્તુઓમાં હાલાકી બાબતે સતત અવાજ ઉઠાવતા રહે છે ત્યારે ડેડીયાપાડા તાલુકાના મોસ્કુટ ગામે એક લગ્ન પ્રસંગમાં ધારાસભ્ય ચૈતર વસાવએ હાજરી આપી વડપાડા (મોસ્કુટ) ગામના સરપંચ સહિત આગેવાનોની ઉસ્થિતિમાં અને કાયદાકી રીતે જાગૃત કરવા અને શિક્ષણને મહત્વ આપી સમાજને એક નવી દિશા તરફ વાળવાના પ્રયાસ રૂપે ભારતીય બંધારણના પુસ્તકની ભેટ આપી હતી આમ તો આદિવાસી વિસ્તારમાં ચાંદલા વિધિ પ્રસંગે પૈસા,વાસણ, કબાટ, ખુરશી, જેવી નવી નવી જરૂરિયાત વસ્તુઓ ભેટ આપવામાં આવતી હોય છે પરંતુ ડેડીયાપાડા વિસ્તારમાં ધારાસભ્ય એ એક પહેલી સરસ પહેલ કરી પુસ્તકો ભેટમાં આપી ઉપસ્થિત લોકોના  દિલ જીત્યા હતા.

(10:15 pm IST)