Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે હળદર અને મરી પાકોના બીજ ઉત્પાદન અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડા ખાતે મિશન ફોર  ઇન્ટીગ્રેટેડ ડેવલોપમેન્ટ ઓફ હોર્ટીકલચર નોડ્લ ઓફ્રીસર.(મેગા સીડ) યોજના, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડાના દ્રારા આયોજીત એક દિવસીય હળદર અને મરી પાકોના ગુણવતા સભર બીજ ઉત્પાદન અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

 આ ક્રાર્યક્રમમાં સ્વાગત પ્રવચન વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.પી.ડી. વર્માએ નર્મદા જીલ્લામાં હળદરની ખેતી કરવા અંગે સૂચન કર્યું હતું. પ્રોજેકટ ઇન્ચાર્જ ડૉ.પંક્જ ભાલેરો (મદદનીસ પ્રાધ્યાપક), અસ્પી બાગયાત કોલેજ નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી એ  હળદર અને મરી પાકોની ખેતી પદ્ધતિ અંગે ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપી માહિતગાર કર્યા હતા. ત્યાર બાદ  ડૉ.હર્શલ પટેલ (મદદનીસ પ્રાધ્યાપક), મેગા સીડ યોજના દ્રારા ખેડૂત ને હળદર અને મરી પાકોમાં પાક સંરક્ષણ અને પ્રશાંત પાટીલ ગુણવતા સભર બીજ ઉત્પાદન અંગે  માહીતી આપી હતી.

   
(10:14 pm IST)