Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

રાજપીપળા અંકલેશ્વર રેલવે લાઈન બંધ હોવા છતાં ફાટક બંધ રખાતાં વાહન ચાલકોને હાલાકી

જ્યારે રેલવે ચાલુ હતી ત્યારે રાજપીપળાથી ચિત્રવાડી જતા રસ્તા પરની ફાટક પર એંગલ મારી બંધ કરી હતી: ચિત્રાવાડી ગામમાં ગેસ ગોડાઉન હોય લોકોને બોટલ લેવા રિક્ષા કે અન્ય વાહન લઈ લાંબો ફેરો ફરવો પડતો હોય ફાટક ખુલ્લુ કરાઇ તેવી માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં વર્ષો પહેલા રેલવે લાઈન હતી જે રાજપીપળાથી અંકલેશ્વર જતી પરંતુ એ રેલવે ધીમી ગતિએ જતા મુસાફરો ખાસ થતા નાં હોય થોડા સમય પહેલા ફાસ્ટ ટ્રેન શરૂ કરાઇ પરંતુ હાલમાં એ પણ બંધ છે

  જોકે ફાસ્ટ ટ્રેન શરૂ થઈ ત્યારે રાજપીપળા ચિત્રાવાડી ફાટક પર મોટા એંગલ મારી રસ્તો બંધ કરી દેવાયો હતો જેના કારણે ચિત્રાવાડી ગામ જવા માટે વાહન ચાલકોને લાંબો ફેરો ફરી જવું પડે છે અને ચિત્રાવાડી ગામમાં ગેસ કંપનીનું ગોડાઉન પણ આવેલું હોવાથી ગામના લોકો ને ગેસ બોટલ લેવા પણ ફરીને જવું પડતું હોવાથી રિક્ષા કે અન્ય વાહન મારફતે જતા આ ફેરો મોંઘો પડે છે રેલવે બંધ હોવા છતાં ફાટક બંધ રાખવાનો શું મતલબ છે..? અને જો ફાટક ખુલ્લી કરાઇ તો લોકોને પડતી મુશ્કેલી દૂર થાય એમ હોવાથી આ બંધ ફાટક વહેલીતકે ખુલ્લી મુકાઇ તેવી લોક માંગ છે...

(10:11 pm IST)