Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ઝિમ્બાબ્વેનાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી રાજ મોદીએ ધારીખેડા સુગર ફેકટરીની મુલાકાત લીધી

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલી ધારીખેડા સુગર ફેકટરી ઘણી પ્રગતિ કરી અનેક એવોર્ડ મેળવી ઊંચાઈનાં શિખરો સર કરી રહી છે જેમાં ફેકટરી નાં ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ ડિરેકટર અને એમડીનો મોટો સિંહફાળો છે

  સોમવારે રાજપીપળાનાં ધરતીપુત્ર અને ઝિમ્બાબ્વેનાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી રાજ મોદી એ ધારીખેડા સુગર ફેકટરીની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન રાજ મોદીએ સુગરનાં ચેરમેન ઘનશ્યામ ભાઈ પટેલ સાથે રોકાણ કરવા માટે વાટાઘાટ કરી ઝિમ્બાબ્વેની ટેકનોલોજી ટ્રાન્સફર વિશે ચર્ચા કરી અને રોકાણકારોને લાભ અપાવવા મુદ્દે વિચાર વિમર્શ કર્યો હતો

 આ મુલાકાત વેળા રાજ મોદી શંકરભાઈ પટેલ જનકભાઇ મોદી તથા વિરલભાઈ પટેલએ ભેગા મળી આખી સુગર ફેકટરી નિહાળી કઈ રીતે શેરડીનું પિલાણ થાય છે અને તેમાંથી ખાંડ કંઈ રીતે બને છે એ જાણકારી મેળવી હતી સમગ્ર મુલાકાત દરમિયાન ચેરમેન ઘનશ્યામ ભાઈ પટેલ ઝિમ્બાબ્વે નાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી રાજ મોદી સાથે રહી પૂરતી માહિતી આપી હતી

(10:09 pm IST)