Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ડેડીયાપાડાનાં ગંગાપુર ગામની સીમમાં જુગાર રમતા આઠ શખ્શો રૂ.૫૮,૨૮૦ સાથે પકડાયા:આઠ વોન્ટેડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર ગામમાં નદી કિનારે જુગાર રમતા ઇસમોને પોલીસે મુદ્દામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે

  પ્રાપ્ત વિગતો અનુસાર ડેડીયાપાડા પોલીસે બાતમીના આધારે ગંગાપુર ગામમાં નદી કિનારે ચાલતા જુગાર પર છાપો મારી ત્યાં જુગાર રમતા  (૧) રમેશભાઇ સીંગાભાઇ વસાવા(૨) નરપતભાઇ મનજીભાઇ વસાવા (૩) વિપુલભાઇ રામાભાઇ વસાવા (૪) રાજેશભાઇ શનીયાભાઇ વસાવા( તમામ રહે . ગંગાપુર) (૫) રાકેશભાઇ રામદાસભાઇ વસાવા (રહે.ઓલગામ તા.દેડીયાપાડા જિ.નર્મદા )(૬) શૈલેષભાઇ હીરાભાઇ વસાવા(૭) અમરસીંગભાઇ પારસીંગભાઇ વસાવા (૮) મહેશભાઇ અંબાલાલભાઇ વસાવા( તમામ રહે.ગંગાપુર )નાઓની અંગઝડતીમાંથી કુલ રૂ.૫૮,૨૮૦  ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવ્યા હતા તેમજ રેડ દરમિયાન (૧) દિપકભાઇ રતીલાલભાઇ વસાવા( રહે.ઓલગામ તા.દેડીયાપાડા જિ.નર્મદા) (૨) સોહમભાઇ શનીયાભાઇ વસાવા( રહે.ઓલગામ તા. દેડીયાપાડા જિ.નર્મદા) | (૩) વિજયભાઇ રામસીંગભાઇ વસાવા(૪) રાજેશભાઇ રૂપસીંગભાઇ વસાવા રાયસીંગભાઇ મનસુખભાઇ વસાવા (૬) મેહુલભાઇ રામજીભાઇ વસાવા (૭) રોહીતભાઇ સોમાભાઇ વસાવા(૮) વિજયભાઇ પારસીંગભાઇ વસાવા (તમામ રહે.ગંગાપુર ) નાઓ પોલીસની રેડ જોઈ નાસી જતા વોન્ટેડ જાહેર કરી ગુનો દાખલ કર્યો છે.

   
(10:06 pm IST)