Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સાગબારા અને ડેડીયાપાડા પોલીસે ૪૨ હજારનાં અંગ્રેજી દારૂનાં મુદ્દામાલ સાથે ત્રણને ઝડપી પાડયા

(ભરત શાહ દ્વારા) જપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારા પોલીસે અંગ્રેજી દારૂના મુદ્દામાલ સાથે બે શખ્સોને પકડી કાયદેસર કાર્યવાહી કરી છે

  મળતી માહિતી મુજબ સાગબારા પોલીસે સેલંબા નવાપાડા રોડ પરથી એકટીવા ગાડી નંબર GJ-16-9- 1036 ઉપર એક બેગમાં ગે.ક. વિદેશી દારૂ ટીન બીયર કુલ નંગ-૩૬ | કિ.રૂ.૩૬૦૦ તથા મો.સા.ની. કિ.રૂ. ૩૦,૦૦૦મળી કુલ કિ.રૂ. ૩૩૬૦૦ નો પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરતા નવલભાઇ ચંદુભાઇ ભાભોર (રહે. મંગલમૂર્તિ સોસાયટી ભરૂચીનાકા અંકલેશ્વર, જી.ભરૂચ )તથા આકાશભાઇ ટીનીયાભાઇ વસાવા (રહે.ચોર્યાશી ભાગોળ સબ જેલની પાછળ અંકલેશ્વર જી.ભરૂચ) ને પકડી પાડયા હતા.
જ્યારે ડેડીયાપાડા પોલીસે ભુતબેડા ગામથી શિતલભાઇ શાંતીલાલભાઇ વસાવા(રહે.ભરાડા (ખાબજી) નિશાળ ફળીયું તા.દેડીયાપાડા જિ.નર્મદા) ને એક મીણીયા થેલીમાં ગે.કા, ઇગ્લીશ દારૂ ના કાચના કવાટરીયા નંગ-૨૭ કિં.રૂ.૨૭૦૦ તથા પ્લાસ્ટીક ના કવાટરીયા નંગ- ૧૨ કિ.રૂ. ૧૨૦૦ દેશી દારૂ પ્લાસ્ટીક ના કવાટરીયા નંગ-૬ર કિ.રૂ.૩,૧૦૦ તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૨૦૦૦ મળી કુલ કિં.રૂ.૯૦૦૦ નો પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડયો હતો.

   
(10:06 pm IST)