Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સેંગપુરા ગામે ગુમ થયેલો મોબાઈલ માંગવા જતા થયેલા ઝગડામાં ક્રોસ ફરિયાદ નવ વ્યક્તિઓ સામે ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના સેંગપુરા ગામમાં મોબાઈલ બાબતે જગડો થતા મારામારીમાં ક્રોસ ફરિયાદ નોંધાઇ છે

  મળતી માહિતી અનુસાર જયેન્દ્રભાઈ જગદીશભાઈ વસાવા ( રહે-સેંગપુરા) એ આપેલી ફરિયાદ મુજબ (૧) મેહુલભાઈ આનંદજીભાઈ વસાવા (૨) મિથુનભાઈ લીમજીભાઈ વસાવા, (૩) પંકજભાઈ આનંદજીભાઈ વસાવા, (૪) પિન્ટુભાઈ આનંદજીભાઈ વસાવા તથા (૫) આનંદજીભાઈ કાલીદાસભાઈ વસાવા(તમામ રહે.સેંગપુરા, નિશાળ ફળીયુ, તા- ગરુડેશ્વર, જિ.નર્મદા)નાઓએ આ કામના જયેન્દ્રભાઈ જગદીશભાઈ વસાવાનાઓના ત્રણેક મહીનાઓ અગાઉની મમતાબેન સાથેના પ્રેમ સંબંધ પછી મમતાબેન ક્યાંક જતી રહેલ હોય, અને તે મમતાબેન પાસેનો મોબાઈલ પોતાની સાથે લઈને ગયેલ હોય અને તેમના પરિવારના સભ્યોને તે મોબાઈલ મળતો ન હોય, જેથી તે મોબાઈલ જયેદ્રભાઈનાઓ પાસે હોવાની શંકા થતાં આરોપીઓએ જયેદ્રભાઇના ઘરે મમતાબેન પાસે રહેલો મોબાઈલ માગવા જઈ ઝપાઝપી કરી ડાબા હાથમાં લાકડીથી મારી દઈ છેલ્લી બે આંગળીઓમાં ફ્રેક્ચર કરી ઈજાઓ પહોંચાડી હતી
જ્યારે સામા પક્ષે પિન્ટુભાઈ આનંદજીભાઈ વસાવા( ઉ.વ.આ.૨૪ )(રહે-સેંગપુરા) એ આપેલી ફરિયાદ અનુસારપિન્ટુભાઈ આનંદજીભાઈ વસાવા તથા (૧) મેહુલભાઈ આનંદજીભાઈ વસાવા (૨) મિથુનભાઈ લીમજીભાઈ વસાવા, (૩) પંકજભાઈ આનંદજીભાઈ વસાવા, (૪) આનંદજીભાઈ કાલીદાસભાઈ વસાવા( તમામ રહે.સેંગપુરા)નાઓને મમતાબેન પાસે રહેલ મોબાઈલ જયેન્દ્રભાઈ વસાવા, નાઓ પાસે હોવાની ખબર પડતાં તેમની પાસે મોબાઈલ માગવા જતા એક સંપ થઈને આ ઝપાઝપી કરી તેમના હાથમાની લાકડી વડે પીન્ટુ ભાઇને ડાબા હાથમાં મારી દઈ તથા પંકજભાઈને બરડાના ભાગે લાકડીથી મારી દઈ ઈજા પહોંચાડતા રાજપીપળા પોલીસે બંને ફરિયાદમાં કુલ નવ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે

(10:05 pm IST)