Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સુરત સરથાણામાં દાદીએ શિયાળાનો તડકો ખાવા બેસાડેલો પૌત્ર બીજા માળેથી પટકાતા કરૂણમોત

બાળકના અકાળે મોતથી પરિવાજનો થયા ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો

સુરતમાં બીજા માળેથી પટકાતા બાળકનું કરુણ મોત નીપજયું છે. આ ઘટના સરથાણાના યોગેશ્વર નગર સોસાયટીમાં બની છે. જ્યાં દાદીએ શિયાળાનો તડકો ખાવા બેસાડેલો પૌત્ર નીચે પટકાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બાળકના અકાળે મોતથી પરિવાજનો થયા ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો છે.

  સામાન્ય રીતે બાળકોને શિયાળામાં તડકો ખવડાવતાં હોય છે. આવામાં સુરતમાં બનેલી ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ છે. જ્યાં દાદીએ પૌત્રને તડકો ખવડાવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. દાદીએ તડકામાં બેસાડેલો પૌત્ર પડી ગયો હતો. બાળક બીજા માળેથી નીચે પટકાયો હતો. જેના લીધે બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. પુત્રના અકાળે મોતથી પરિવાજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાને પગલે રત્નકલાકાર પરિવાર ઉપર આભ તૂટી પડ્યો છે. જ્યારે હીરેનભાઇને સંતાનમાં એક દોઢ વર્ષીય પુત્ર વર્ણી હોવાનું જાણવા મળી રહ્યું છે

 

(9:44 pm IST)