Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

વડોદરામાં સીસીટીવી ફૂટેજના આધારે બે પશુ માલિક સામે ગુનો દાખલ

ગાજરાવાડીમાં ઢોર રખડતા મૂકનાર બે પશુમાલિકો સામે પોલીસે ગુનો નોંધ્યો :

વડોદરા શહેરના જાહેર માર્ગ પર ઢોર રખડતા મૂકી લોકોની સુરક્ષા સાથે ચેડાં કરનાર પશુમાલિકો સામે કોર્પોરેશન દ્વારા હવે સીસીટીવી ફૂટેજના આધારે ગુનાઓ દાખલ કરવામાં આવી રહ્યા છે.ગાજરાવાડીમાં ઢોર રખડતા મૂકનાર બે પશુમાલિકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

જાહેર માર્ગ  પર રખડતા ઢોર  પકડવા જનાર કોર્પોરેશનના સ્ટાફ સાથે પશુ માલિકો દ્વારા ઘર્ષણ કરવામાં આવતું હોય છે.હવે કોર્પોરેશનના સ્ટાફ દ્વારા આવા રખડતા ઢોર પકડવા માટે સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૃ કરવામાં આવી છે.ગત તા.૧૭ મી એ ગાજરાવાડી ખાતે બે ગાય જાહેરમાં રાહદરીઓ માટે ભય જનક રીતે રખડતી છોડી દેવામાં આવી હતી.જે ગાય પર લગાડેલા ટેગના આધારે  પશુમાલિક કનુ લક્ષ્મણભાઇ રબારી (રહે.ગાજરાવાડી) તથા મહાવીર કનુભાઇ રબારી (રહે.છેલ્લું ફળિયું, ગાજરાવાડી) સામે કોર્પોરેશનના સ્ટાફે ફરિયાદ  આપતા વાડી પોલીસે ગુનો દાખલ કરી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(8:26 pm IST)