Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

વડોદરા:કારમાં વિદેશી દારૂ ભરીને આવતા બે આરોપીની રંગે હાથે ધરપકડ

વડોદરા: કારમાં  વિદેશી દારૃ ભરીને આવતા બે આરોપીને પીસીબી પોલીસે વારસિયા વિસ્તારમાંથી ઝડપી પાડયા છે.પોલીસે કાર અને દારૃ સહિત ૫.૬૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,વારસિયા ગોસાંઇ મહોલ્લામાં રહેતો રાહુલ ઓડ સફેદ કલરની કારમાં વિદેશી દારૃનો જથ્થો લઇને લાલ અખાડા  થઇ સરસિયા તળાવ પાસે ગોસાંઇ મહોલ્લા તરફ આઆવનાર છે.જેથી,પી.આઇ.એસ.ડી. રાતડાની  સૂચના મુજબ સ્ટાફે સરસિયા તળાવ પાસે વોચ ગોઠવી હતી.દરમિયાન એક સફેદ કલરની કાર આવતા પોલીસે કાર રોકી તેમાં તપાસ કરતા વિદેશી દારૃની ૧૨૦ બોટલ કિંમત રૃપિયા ૬૦ હજારની મળી આવી હતી.પોલીસે કાર,દારૃ અને બે મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા પ.૬૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે રાહુલ વિનોદભાઇ ઓડ તથા સંજય ડાહ્યાભાઇ રાણા (રહે.નવી ધરતી,ગોલવાડ)ને ઝડપી પાડયા હતા.જ્યારે આરોપી કેતન રાણા (રહે.આશાપુરીનગર ,વૈકુંઠ સોસાયટી પાછળ, વાઘોડિયા રોડ)ને વોન્ટેડ જાહેર કર્યો છે.

(7:42 pm IST)