Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

વડોદરા:પીકઅપ વાનમાં ભેંસો લઈને જતા ત્રણ શખ્સોને પોલીસે રંગેહાથે ઝડપી પાડયા

વડોદરા: બાપોદ પોલીસને પોલીસ કંટ્રોલરૂમ તરફથી માહિતી મળી હતી કે કાના સીટીની બાજુમાં એક પીક વનમાં ભેંસો ભરીને લઈ જવામાં આવી રહી છે. જેથી પોલીસની ટીમ ઉપરોક્ત સ્થળે જતા પીકઅપ ફોન મળી આવી ન હતી. દરમિયાન માહિતી મળી હતી કે કપૂરાઈ ચોકડી જલારામ નગર એમએમ વોરા શો રૂમ પાસે કાના હાઈટ્સની બાજુમાં એક ગાડી પકડીને ઉભી રાખવામાં આવી છે. જેથી પોલીસ સ્થળ પર જઈને તપાસ કરતા પીક વનમાં ચાર ભેંસો ઠરી હતી. પીકપ વાનમાં ચાર ભેંસો ઠસો ઠસ પાણીની વ્યવસ્થા તથા યોગ્ય હવા ઉજાસ વગર ભરીને લઈ જતા હતા. જેથી પોલીસે ટેમ્પામાં બેસેલા શબ્બીરભાઈ સિંધી રહેવાસી સિંધીપુરા તાલુકો ડભોઇ તથા રહેવાસી તરસાણા ગામ તાલુકો ડભોઇ અને મદી બેન કનુભાઈ રહેવાસી ગોકુલ નગર સોસાયટી પાસે વાઘોડિયા રોડની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(7:41 pm IST)