Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

વડોદરાના ગોત્રી વિસ્તારમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અચાનક ગુમ થઇ જતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થીની ગાયત્રી વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. શાળાએ ગયા બાદ વિદ્યાર્થીની પરત આવી ન હતી. વિદ્યાર્થીનીના વાલીઓએ ભારે શોધખોળ કરવા છતાં પતો લાગ્યો ન હતો. જેથી અંતે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થીનીએ શાળાનો ડ્રેસ પહેર્યો છે. કોઈ અજાણ્યો વ્યક્તિ લાલચ આપી ભગાડી ગયાની શંકા ઉપજાવી છે.

(7:40 pm IST)