Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સુરતમાં રખડતા ઢોર પકડવા ગયેલ પાલિકાની ટીમનો લોકોએ વિરોધ કર્યો

સુરત: શહેરના ડુમસ વિસ્તારમાં રખડતા ઢોર  પકડવા ગયેલી પાલિકાની ટીમ સામે લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો. શહેરના ટ્રાફિકવાળા વિસ્તારના બદલે કાંઠા વિસ્તારના ગામો માં રખડતા ઢોર પકડવા પાલિકાની ટીમ ગઈ હોવાથી લોકોએ ભારે વિરોધ કર્યો હતો. લોકોએ આક્રોશપૂર્ણ રીતે કહ્યું હતું કે,અહી ટ્રાફિકની કોઈ સમસ્યા નથી અને ઢોર ગામમાં જ કોઈને પણ નડતરરુપ ન હો તેવી રીતે આવે જાય છે તો પછી ગામમાં આવીને ઢોર પકડવાની કામગીરી શા માટે કરવી પડે છે.  પહેલા આ વિસ્તારમાં પશુ માટે પાણી સહિતની અનેક સુવિધાઓ ઉભી કરો પછી જ આવી કામગીરી કરી તેમ કહીને વિરોધ વ્યક્ત કર્યો હતો.  સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ સમાવિષ્ટ થયેલા રુંઢ મગદલ્લા વિસ્તારમાં આજે પાલિકાની માર્કેટ વિભાગની ટીમ ઢોર પકડવા માટે ગઈ હતી. પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ કરે તે પહેલાં જ મહિલાઓ અને પુરુષો સહિતના લોકો ભેગા થઈ ગયા હતા અને પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યુ હતુ ંકે, આ ગામનો સુરત શહેરમાં કરવામા આવ્યો છે તેથી લોકો પશુપાલનનો ધંધો અને ખેતી શા માટે બંધ કરે છે તેઓ બાપ દાદાના વખતથી કરી રહ્યાં છે. આ ગામમાં એક પણ લોકોની ફરિયાદ નથી કે ગામના ઢોર રખડીને ન્યુસન્સ ઉભુ કરી રહ્યાં છે તેમ છતાં અહીં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે. ગામનો શહેરમાં સમાવેશ કરી દીધા હાદ ગામના તળાવ, પશુ માટે નો ઘાસચારા માટે ની જમીન અને નહેર જેવી સુવિધા બંધ કરી દેવામા આવી છ જે ફરીથી આપવામા આવે તેવી માગણી કરી હતી.લોકોએ આક્રોશપૂર્ણ  રીતે કહ્યું હતું કે પહેલા ગામમાં પશુઓ માટેની સુવિધા આપો પછી ન્યુસન્સ થતું હોય તો કામગીરી કરો.

(7:38 pm IST)