Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

આણંદ જિલ્લામાં ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને બે વર્ષની સજાની સુનવણી કરી

સેવાલિયા : આણંદ જિલ્લાના ઓડ ખાતે આવેલી ઝિયા ટ્રેડિંગના સમીકભાઈ કરીમભાઈ વહોરાએ ક્વોરી મટિરિયલની ખરીદી પેટે આપેલો ૪.૨૫ લાખનો ચેક સ્ટોપ પેમેન્ટના કારણે રિટર્ન થવાના કેસમાં ગલતેશ્વર કોર્ટે આરોપીને બે વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ એક માસમાં ચૂકવવાનો આદેશ કર્યો છે.

ગલતેશ્વર તાલુકાના સેવાલિયા ખાતે વણજારા ચાલીમાં રહેતા યાકુબભાઈ અબ્દુલહયાત વહોરા ઓનેસ્ટ એન્ટરપ્રાઇઝ ટ્રાન્સપોર્ટના નામે ક્વોરી મટિરિયલ્સનો વેપાર કરે છે. જેમાંથી આણંદ તાલુકાના ઓડ ખાતેની ઝિયા ટ્રેડિંગના સમીકભાઈ કરીમભાઈ વહોરા ક્વોરી ખરીદતા હતા અને તેનાં નાણા ચૂકવી દેતા હતા. 

પરંતુ સમીકભાઈએ યાકુબભાઈ પાસેથી ડિસેમ્બર૨૦૧૯માં રૂ. ૪,૫૨,૨૯૬નું ક્વારી મટીરીયલ ખરીધ્યું હતું, જેમાં ૨૭,૨૯૬ રૂપિયા રોકડા આપી ને બાકી નીકળતા રૂપિયા ૪,૨૫,૦૦૦નો ૩૧/૧૨/૨૦૧૯નો બેંક ઓફ બરોડા, ઓડ શાખાનો ચેક આપ્યો હતો. યાકુબભાઈએ જ્યારે બેંકમાં ચેક વટાવ્યો ત્યારે સ્ટોપ પેમેન્ટના શેરા સાથે ચેક પાછો આવ્યો હતો.

(7:35 pm IST)