Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

થરાદની મુલાકાતે આવેલા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની આવારા તત્વોને કડક શબ્દોમાં ચેતવણીઃ આગેવાન કાર્યકર્તા કે પ્રજાને હેરાન કરશો તો કાયદો કાયદાનું કામ કરશે

શંકર ચૌધરીઍ પોતાના મત વિસ્તારની મુલાકાત દરમિયાન આ પ્રકારનું નિવેદન આપ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મેળવનાર શંકર ચૌધરીને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ બનાવાયા છે. ત્યારે શંકર ચૌધરીએ પોતાના મત વિસ્તાર થરાદની મુલાકાત લીધી હતી. જેમાં શંકર ચૌધરીના આકરા તેવર જોવા મળ્યા હતા. તેમણે તોફાની તત્વોને શાન ઠેકાણે લાવવા માટે આકરા શબ્દોનો પ્રયોગ કર્યો હતો.  

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના આકરા તેવર જોવા મળ્યા હતા. થરાદના દુધવામાં મતવિસ્તારની મુલાકાત અને આભાર દર્શન કરવા દરમિયાન શંકર ચૌધરીએ તોફાની તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે કહ્યુ હતું કે, કોઈપણ આવારું તત્વો દ્વારા આગેવાન, કાર્યકર્તા કે પછી પ્રજાને તકલીફ પાડી તો કાયદો કાયદાનું કામ કરશે. જો પ્રેમ અને લાગણી રાખશે તેના માટે ચાર વખત નમીશ. પરંતુ જો કોઈ ડાંડાઈ કરશે તો તેને એની જ ભાષામાં જવાબ કાયદો આપશે. અનેક ખોટા અખતરા કરનારા ભૂલથી પણ અખતરા ના કરે ભૂલથી પણ. બાકી જો અખતરો કરે તો જેમ માખી કરડે તો મધપૂડાને પણ અસર કરે જોઈ લેજો.

વિધાનસભા અધ્યક્ષ સંકર ચૌધરી મતવિસ્તારની મુલાકાત દરમિયાન તોફાની તત્વોની શાન ઠેકાણે લાવવા આ પ્રકારનું નિવેદન આપ્યુ હતું. તેઓએ વધુમાં કહ્યુ હતું કે, હું આ બધું ધ્યાન પણ રાખીશ અને હિસાબ પણ રાખીશ.

(5:49 pm IST)