Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જગુદણ-મહેસાણા વચ્ચે ડબલ લાઇનની કામગીરી ચાલુ હોવાથી ર૩ જાન્યુ.થી ફેબ્રુઆરી સુધી ખાસ ટ્રેનો રદ

મહેસાણામાં યાર્ડ રિમોડલિંગ કાર્ય હોવાને કારણે અમદાવાદ મંડળની જ જાડી ટ્રેન નહી દોડે

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર જગુદણ-મહેસાણા સ્ટેશનોની વચ્ચે ડબલ લાઇન કાર્ય અને મહેસાણામાં યાર્ડ રિમોડલિંગ કાર્ય હોવાને કારણે કેટલીક  ટ્રેનો રદ રહેશે. 

અમદાવાદની 4 પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનો રદ્દ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર જગુદણ-મહેસાણા સ્ટેશનોની વચ્ચે ડબલ લાઇનના કાર્ય અને મેહસાણામાં યાર્ડ રિમોડલિંગ કાર્ય હોવાને કારણે અમદાવાદ મંડળની 4 જોડી પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનો 23 જાન્યુઆરી 2023 થી 05 ફેબ્રુઆરી 2023 સુધી રદ્દ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે. 

રદ્દ કરાયેલી ટ્રેનો

  • 1. ટ્રેન નંબર 09481 મહેસાણા-પાટણ સ્પેશ્યલ (દૈનિક)
  • 2. ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટણ સ્પેશ્યલ (સોમવાર અને શુક્રવાર સિવાય અઠવાડિયામાં 5 દિવસ)
  • 3. ટ્રેન નંબર 09484 પાટણ-મહેસાણા સ્પેશ્યલ (સોમવાર અને શુક્રવાર સિવાય અઠવાડિયામાં 5 દિવસ)
  • 4. ટ્રેન નંબર 09476 પાટણ-મહેસાણા સ્પેશ્યલ (દૈનિક)
  • 5. ટ્રેન નંબર 09491 મહેસાણા-વિરમગામ સ્પેશ્યલ (દૈનિક)
  • 6. ટ્રેન નંબર 09492 વિરમગામ – મહેસાણા સ્પેશ્યલ (દૈનિક)
  • 7. ટ્રેન નંબર 09369 સાબરમતી-પાટણ સ્પેશ્યલ (રવિવાર સિવાય દરરોજ)
  • 8. ટ્રેન નંબર 09370 પાટણ-સાબરમતી સ્પેશ્યલ (રવિવાર સિવાય દરરોજ)
(5:44 pm IST)