Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

હાલ ગુજરાતમાં ફરજ બજાવતા રાજસ્થાનના દેવ ચૌધરી ત્રણ વખત નાપાસ થવા છતા ખૂબજ મહેનત કરી IAS અધિકારી બન્યા

હાલ ગુજરાતમાં સચિવાલયમાં સ્વચ્છ ભારત મિશનના ડાયરેકટર પદે કાર્યરત

રાજસ્થાનના બાડમેરમાં રહેતા યુવાન દેવ ચૌધરીએ 3 વખત નાપાસ થયા પછી પણ હાર ન માની અને આખરે આઈએએસ બની ગયા. IAS બન્યા બાદ રાજસ્થાનના આ યુવક પાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતને સ્વચ્છ રાખવાની જવાબદારી છે. 

હકીકતમાં અમે વાત કરી રહ્યાં છીએ રાજસ્થાનના રેગિસ્તાની વિસ્તારમાં રહેતા દેવ ચૌધરીની. જેમણે ચોથા પ્રયાસમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. 2016માં આઈએએસ બનેલા દેવ ચૌધરીની વર્તમાનમાં ગુજરાત કેડર મળી છે. 

દેવનો જન્મ બાડમેર જિલ્લાના એક નાના ગામમાં થયો હતો. દેવનો શરૂઆતી અભ્યાસ તો ગામમાં થયો, પરંતુ ત્યારબાદ તે શહેરમાં આવી ગયા હતા. શહેરમાં રહીને તેમણે સરકારી શાળામાંથી ધોરણ 11 અને 12ની પરીક્ષા પાસ કરી હતી. 

સ્કૂલ પૂરી કર્યા બાદ દેવે બાડમેરમાં એક કોલેજમાં એડમિશન લીધુ હતું. અહીં તેમણે બીએસસી કરવા દરમિયાન યુપીએસસી પાસ કરી આઈએએસ બનવાનું સપનું જોયું હતું. ત્યારબાદ વર્ષ 2012માં તેમણે યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી. પહેલા પ્રયાસમાં પ્રિલિમ પરીક્ષા તો પાસ કરી લીધી પરંતુ મુખ્ય પરીક્ષામાં નિરાશા હાથ લાગી હતી. અસફળતા મળ્યા બાદ પણ દેવે સતત પ્રયાસ ચાલુ રાખ્યા અને 2013માં દેવે મેન્સ અને પ્રિલિમ  બંને પરીક્ષા પાસ કરી પરંતુ ફાઇનલમાં તેમનું સિલેક્શન થયું નહીં અને 2014માં પણ આ રીતે તેનું સપનું તૂટી ગયું હતું. પછી 2016માં દેવે ચોથા પ્રયાસમાં સફળતા મેળવી અને પોતાનું સપનું પૂરુ કર્યું હતું. 

પરીક્ષા પાસ કર્યા બાદ દેવ ટ્રેનિંગ કરવા માટે લાલ બહાદુર શાસ્ત્રી એકેડમી મસૂરી ગયા હતા. અહીં ટ્રેનિંગ પૂરૂ થયા બાદ તેમને ગુજરાત કેડર મળી હતી. દેવ વર્તમાનમાં ગુજરાતમાં સચિવાલયમાં સ્વચ્છ ભારત મિશનના ડાયરેક્ટરના રૂપમાં કાર્ય કરી રહ્યાં છે. 

(5:31 pm IST)