Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

કેલિફોર્નિયામાં આવેલા અોકલેન્ડના દરીયામાં નહાતા બે ગુજરાતી યુવકોના ડૂબી જવાથી મોતઃ મૃતદેહો લાયન રોકની ઉતરે મળ્યા

મુળ અમદાવાદના સૌરિન પટેલ અને અંજુલ શાહ અોકલેન્ડમાં રહેતા હતા

અમેરિકાની ધરતી પર ગુજરાતીઓને ઘાત બેસી હોય, તેમ લાગી રહ્યું છે. અમેરિકાની ધરતી પર અનેકવાર ગુજરાતીઓ નિશાન પર આવતા હોય છે. ત્યારે હવે ઓકલેન્ડનો દરિયો બે ગુજરાતીઓને ભરખી ગયો છે. કેલિફોર્નિયામાં આવેલ ઓકલેન્ડમાં બે ગુજરાતી યુવકોનું દરિયામાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. બંને યુવકો અમદાવાદના હતા. ત્યારે અમદાવાદમાં રહેતા તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના બે યુવકો 28 વર્ષીય સૌરિન નયનકુમાર પટેલ અને 31 વર્ષીય અંશુલ શાહ કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં રહેતા હતા. સૌરીન પટેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા જે ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડ આવ્યા હતા, જ્યારે અંશુલ શાહ, ગેસ સ્ટેશન પર કેશિયર તરીકે કામ કરતા હતા અને નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ આવ્યો હતા. શનિવારે સાંજે અંશુલ અને સૌરિન બંને ઓકલેન્ડના દરિયામા ન્હાવા ગયા હતા. બંને પેટ્રોલિંગ વિસ્તારની બહાર સ્વીમીંગ કરી રહ્યા હતા, ત્યારે તેઓ બંને દરિયામાં ગરકાવ થઈ ગયા હતા. તેમના ડૂબી જવાની જાણ થતા લાઈફ ગાર્ડસ દોડતા થયા હતા. પરંતુ લાઈફ ગાર્ડસ પણ બંને યુવકોને બચાવી શક્યા ન હતા. ત્યારે હેલિકોપ્ટરથી તેમની બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. ત્યારે રેસ્ક્યૂ કામગીરી બાદ બંનેનો મૃતદેહ લાયન રોકની ઉત્તરે મળી આવ્યો હતો. 

આ ઘટના અંગે સ્થાનિક સર્ફ લાઈફ સેવર્સે જણાવ્યું કે, બંને યુવકો પેટ્રોલિંગ એરિયાની બહાર સ્વીમિંગ કરતા હતા. સ્વીમર્સને સાંજે 6 વાગ્યા પછી જવા પર એલર્ટ અપાયું છે. અમે પહેલા એક યુવકનુ રેસ્ક્યૂ કર્યુ હતું, જેના બીજા વ્યક્તિને જોયો હતો. અમે બચાવવાના પ્રયાસો કર્યા, પરંતુ અમે તેમને જીવિત બચાવી શક્યા ન હતા. 

(5:16 pm IST)