Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

પ્રજાસત્તાક દિનની રાજ્‍યકક્ષાની ઉજવણી નિમિત્તે ‘મેઘાણી વંદના'

ઝવેરચંદ મેઘાણીની ‘કર્મ-નિર્વાણભૂમિ' બોટાદમાં : ગુજરાતના ખ્‍યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, લલિતાબેન ધોડાદ્રા, રાધાબેન વ્‍યાસ, સંગીતકાર પંકજ ભટ્ટ, સાહિત્‍ય-લોકસાહિત્‍ય-અભ્‍યાસુ મહેશભાઈ ગઢવી તથા હાસ્‍યકાર હરિસિંહ સોલંકીએ રમઝટ બોલાવી : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીનું વિવિધ સંસ્‍થાઓ દ્વારા અભિવાદન કરાયું : વિશ્વભરમાં વસતાં ૨૫ લાખથી વધુ ભાવિકોએ આ કાર્યક્ર્‌મનું ઈન્‍ટરનેટ પર જીવંત પ્રસારણ માણ્‍યું : નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્‍ય-સંગીત-સંસ્‍કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજય ઉપક્રમે ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન દ્વારા પ્રેરક આયોજન

રાજકોટ તા. ૨૩ . આઝાદીના અમૃત મહોત્‍સવની ઊજવણી અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે ૭૪મા પ્રજાસત્તાક દિનની રાજયકક્ષાની ઊજવણી નિમિત્તે ખાતે મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરો)નું ભવ્‍ય આયોજન થયું હતું.

નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્‍ય-સંગીત-સંસ્‍કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજય ઉપક્રમે ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી  સ્‍થાપિત ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન, અમદાવાદ દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું.

બોટાદ જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ જિલ્લા પોલીસ તથા બોટાદ નગરપાલિકાનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતોં. પિનાકી મેઘાણી ઉપરાંત બોટાદ જિલ્લાના નિવાસી અધિક કલેકટર મુકેશભાઈ પરમાર, ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની સેન્‍ટ્રલ ખાદી માર્ક કમિટી અને ભાલ નળ કાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસિંહ ડાભી, બોટાદ એ.પી.એમ.સી.ના વાઈસ-ચેરમેન ધર્મેન્‍દ્રભાઈ વડોદરિયા, બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશભાઈ વાઘેલા, અગ્રણીઓ નરેન્‍દ્રભાઈ દવે, મનહરભાઈ માતરિયા અને ભીખુભા વાઘેલા, કાઠી સમાજના અગ્રણીઓ સતુભાઈ ધાધલ (વિશ્વ હિંદુ પરિષદ), હરેશભાઈ ધાધલ, બાપુભાઈ ધાધલ, અનિલભાઈ ખાચર અને સામતભાઈ જેબલિયા (ગૌસેવક), લેખક અનિલભાઈ ગઢવી, ચિત્રકાર કૌશિકભાઈ રાઠોડ (નિર્દોષ), કિશનભાઈ મહેતા, રાણપુર સાર્વજનિક એજયુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા, વામનભાઈ સોલંકી, પિયૂષભાઈ વ્‍યાસ, જ્ઞાનદેવસિંહ રાઠોડ, હસુભાઈ ઘાઘરેટિયા, અબ્‍બાસભાઈ દેસાઈ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને ભાવિકો ઉપસ્‍થિત રહ્યાં હતાં. યુવાનો અને મહિલાઓની મોટી સંખ્‍યાંમાં હાજરી હતી.ગુજરાતના ખ્‍યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા અને રાધાબેન વ્‍યાસ ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. સાહિત્‍ય-લોકસાહિત્‍ય-અભ્‍યાસુ મહેશભાઈ ગઢવી ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય વિશે માહિતીસભર રસદર્શન કરાવ્‍યું હતું. હાસ્‍યકાર હરિસિંહ સોલંકી, પોતાની આગવી શૈલીમાં, રસપ્રદ વાતો કહી હતી. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત-નિયોજન હતું.  વિશ્વ હિન્‍દુ પરિષદ (સતુભાઈ ધાધલ), ભાલ નળકાઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (ગોવિંદસિંહ ડાભી) તથા સમસ્‍ત કાઠી સમાજ (સમતભાઈ જેબલીયા) દ્વારા પિનાકી મેઘાણીનું ભાવભર્યું અભિવાદન કરાયું હતું.વિશ્વભરમાં વસતાં ૨૫ લાખથી વધુ ભાવિકોએ આ કાર્યક્ર્‌મનું ઈન્‍ટરનેટ  www.eevents.tv/meghani પર જીવંત પ્રસારણ માણ્‍યું હતું.

 

આલેખન

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(5:14 pm IST)