Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ઓરિસ્‍સાથી સાઉથ ગુજરાતમાં કુરિયર મારફત ગાંજો સપ્‍લાય કરવાના ષડયંત્રનો પર્દાફાશ

કુરિયર કંપનીની પણ સુરત ગ્રામ્‍ય પોલીસ જેવી સતર્કતા : આઇજી પિયુષ પટેલ અને એસપી હિતેષ જોયસરના માર્ગદર્શનમાં એસ.ઓ.જી ટીમ દ્વારા નવતર પ્રયોગ

રાજકોટ તા. ૨૩ : સુરત શહેર એટલે  ગુજરાતનું આર્થિક પાટનગર આવા આવા આ શહેર ઉપરાંત સમગ્ર સાઉથ ગુજરાતમાં કોઈ અસામાજિક તત્‍વો, લુખ્‍ખાઓ અને નશાના કારોબારને કારણે બહારના રાજ્‍યમાંથી મોટા પાયે થતાં ધંધા ઉદ્યોગને અસર થવા સાથે સામાન્‍ય લોકો અસલામતી ન અનુભવે તેવી ગૃહ મંત્રી હર્ષ ભાઈ સંઘવી સાથે સુરત સહિત સમગ્ર સાઉથ ગુજરાત પોલીસ આ બાબતને જીવન મંત્ર બનાવવા સાથે આઈ.જી . પિયુષ પટેલ અને એસપી હિતેષ જોયસર જેવા અધિકારીઓ સતત પ્રયત્‍નશીલ હોવાથી સાઉથ ગુજરાતમાં પણ એક બાદ એક અપરાધી પોલીસના સકંજામાં આવવા લાગ્‍યા છે.સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર માફક સાઉથ ગુજરાતના તમામ એસપી દ્વારા કેફી પદાર્થ અંગે એક્‍ટિવ નેટ વર્ક કારણે ફરી એક વખત સફળતા મળી છે.

આ ગુનાના કામે વોન્‍ટેડ આરોપી નં.૨ સરજાકુમાર ઉર્ફે સ્‍વરાજ ઉર્ફે સરોજ ઉર્ફે શંકર ડાકુઆ નાનો અગાઉ સુરત રહેતો હતો. તે સમયે તેની ઓળખાણ આ કામે પકડાયેલ આરોપી ભગીરથી ઉર્ફે પપ્‍પુ બાબુ સાહુ નાઓ સાથે થયેલ અને આરોપી સરજાકુમાર તેના મિત્ર ભગીરથીના રૂમ પર ગાંજાનો જથ્‍થો મૂકી રાખી ત્‍યાંથી વેચાણ કરતો હતો. તેના બદલામાં તેના રૂમનું ભાડુ સરજાકુમાર ચૂકવી આપતો હતો અને આ વોન્‍ટેડ આરોપી સરજાકુમાર આશરે ત્રણેક માસ પહેલા ઓરીસ્‍સા ગયેલ અને તેણે ત્‍યાંથી ભગીરથને જણાવેલ કે હું અહિંથી કુરીયર મારફતે ગાંજાનો જથ્‍થો મોકલીશ જે તારે કુરીયર મેળવી તારા રૂમ પર મૂકજે અને હું જેને કહું તેને કહું તેને આપી દેજે. હું ઓરીસ્‍સાથી ગાંજાનો જથ્‍થો મોકલી આપીશ તારે સુરત ખાતે ગાંજાનો ધંધો સંભાળવવાનો છે. હું તને તેના બદલામાં રૂપિયા આપીશ તેમજ તારા રૂમનું ભાડુ પણ ભરી દઈશ. તેમ જણાવી કુરીયર મારફતે ગાંજાનો જથ્‍થો બે વખત બે-બે મળી કુલ ૦૪ પાર્સલોમાં મોકલતા પોલીસે ઝડપી પાડેલ છે.

આ કામગીરીમાં એચ.એલ. રાઠોડ (નાયબ પોલીસ અધિક્ષક, બારડોલી ડીવી), બી.જી. ઈશરાણી (પોલીસ ઈન્‍સ્‍પેકટર, એસ.ઓ.જી. શાખા), બી.ડી. શાહ (પોલીસ ઈન્‍સ્‍પેકટર, એલ.સી.બી. શાખા), આર.એસ. પટેલ (પોલીસ ઈન્‍સ્‍પેકટર, કડોદરા, જી.આઈ.ડી.સી. પો.સ્‍ટે.), એ.ડી.ચાવડા (પોલીસ ઈન્‍સ્‍પેકટર, પલસાણા પો.સ્‍ટે.), વી.આર. દેસાઈ (પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર, એસ.ઓ.જી. શાખા) જોડાયા હતા.

એસ.ઓ.જી. શાખા, સુરત ગ્રામ્‍યની ટીમ તથા કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્‍ટેશન ટીમ તથા પલસાણા પો.સ્‍ટે. દ્વારા મળી સંયુકત કામગીરી કરવામાં આવેલ છે.

(3:54 pm IST)