Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ગુજરાતથી PMના મત વિસ્‍તાર વારાણસી જતા કરોડોના કાપડના ટ્રકો લૂંટનાર આંતર રાજ્‍ય ગેંગ ઝડપી લેવાઈ

મૂળ ઉતર પ્રદેશ, મહારાષ્‍ટ્ર, ગુજરાત સહિતની ગેંગ ગણત્રીના કલાકોમાં એલસીબી પોલીસના પંજામાં: IG પિયુષ પટેલ, સુરત રૂરલ એસપી હિતેષ જોયષરના માર્ગદર્શનમાં PSI બી. ડી.શાહ, PSI એલ.જી.રાઠોડ, એમ.આર. શકોરિયા તથા આઈ.એ. સીસોદિયા ટીમ દ્વારા કાબિલે દાદ કામગીરી

રાજકોટ તા. ૨૩ : સુરતથી વડા પ્રધાનના મત વિસ્‍તારમાં જતા કાપડના ટ્રકો હાઈવે પર આંતરી તેને લૂંટી લેવાની ગુજરાત ભરમાં ચકચાર જગાવનાર ઘટના અંગે ચોકી ઉઠેલ સાઉથ ગુજરાતના રેન્‍જ વડા પિયુષ પટેલ અને સતત કાર્યરત એસપી હિતેષ જોયસર દ્વારા તાકીદની બેઠક યોજી અને આ આરોપીઓને પકડવાની કામગીરી આવા અનેક પડકારજનક ગુન્‍હાઓના આરોપી પકડી ચૂકેલ સુરત ગ્રામ્‍યના એલસીબી પીઆઈ બી. ડી.શાહ જેવા અધિકારીને સુપ્રત કરી વિવિધ ટીમો બનાવવાનો નિર્ણય સાર્થક નીવડ્‍યો છે, એલસીબી ટીમ દ્વારા કરોડોના મુદ્દામાલ મૂળ ઉત્તરપ્રદેશ, મહા રાષ્‍ટ્ર સહિત મુખ્‍ય સૂત્રધાર સહિત તમામ આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે.

ગત તા. ૧૭-૧-૨૦૨૩ના રોજ સુરત ગ્રામ્‍ય જીલ્લાના કોસંબા પોલીસ સ્‍ટેશન હદ્દ વિસ્‍તારમાં મૌજે પીપોદરા ગામની હદમાં મુંબઈથી અમદાવાદ જતા ને.હા નં.૪૮ ઉપર ફરીયાદીના કબ્‍જાની ટ્રકને એક કન્‍ટેનર ચાલકે આંતરી અચાનક બ્રેક મારી રોકી, તેમાંથી ઉતરેલ પાંચ અજાણ્‍યા ઈસમોએ તમંચો તથા ચપ્‍પુ બતાવી, માથામાં તથા હાથે ઈજા કરી, બંધક બનાવી, મોઢા ઉપર ડુચો મારી દઈ, અપહરણ કરી, ટ્રક યુપી - ૭૮ ડીએન - ૭૨૨૬માં ભરેલ કાપડના પાર્સલો નંગ ૨૯૮ તથા રોકડા રૂપિયા ૧૪૫૦૦ મોબાઈલ ફોન નંગ ૧ સહિત કુલ રૂા.૯૩,૧૨,૦૭૮.૯૭ના મત્તાની લૂંટ કરી  ફરીયાદીને ફોર વ્‍હીલ કારમાં બંધક હાલતમાં અપહરણ કરી આંતરીક રસ્‍તા ઉપર ઉતારી નાશી જવા અંગે કોસંબા પો.સ્‍ટે. ગુ.ર. નં. એ-૧૧૨૧૪૦-૨૧૨૩-૦૦૩૭/૨૦૨૩ ઈ.પી.કો. કલમ ૩૯૫, ૩૪૧, ૩૪૨, ૩૬૫, ૫૦૪, ૫૦૬(૨) તથા આર્મ એકટ કલમ ૨૫ (૧) (એ) મુજબનો વણ શોધાયેલ ધાડનો ગંભીર ગુનો રજીસ્‍ટર થયેલ.

ઉકત કામગીરી સુપ્રત થતાં જ એલસીબી પીઆઈ બી. ડી.શાહ દ્વારા તુરંત વિવિધ ટીમો બનાવવા સાથે પોતે ઘટના સ્‍થળ પર નિરીક્ષણ બનાવી પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન એલ.સી.બી. શાખાના એલ.જી. રાઠોડ, પોલીસ સબ ઈન્‍સ. તથા એમ.આર. શકોરીયા, પોલીસ સબ ઈન્‍સ. તથા આઈ.એ. સીસોદીયા, પોલીસ સબ ઈન્‍સ. નાઓને સંયુકત રીતે ચોક્કસ હકીકત મળેલ કે ‘કોસંબા પો.સ્‍ટે. હદમા નેશનલ હાઈવે નં.૪૮ ઉપર કાપડનો જથ્‍થો ભરેલ ટ્રકના ડ્રાઈવરને તમંચો તથા ચપ્‍પુ બતાવી, બંધક બનાવી, અપહરણ કરી, કાપડનો જથ્‍થો ભરેલ ટ્રક, રોકડ રૂપિયા સહિતનો મુદ્દામાલની લૂંટ કરી નાશી ગયેલ જે લૂંટ સંતોષ ગુપ્‍તા નામના ઈસમે બહારથી ગામની હદમા રીન્‍કુ ઈન્‍ટરનેશનલ સ્‍કુલની નજીક કડોદરાથી ગોડાદરા જતી ઉધના ડાબા કાઠા કેનાલ રોડની બાજુમા ખુલ્લી જગ્‍યામાં લાવી લૂંટ કરેલ ટ્રકમાંથી કાપડનો જથ્‍થો એક કન્‍ટેનર નં. જીજે-૧૯-વાય-૧૬૮૩માં સગેવગે કરી રહેલ છે.' જે હકીકતના આધારે તાત્‍કાલીક બાતમીવાળી જગ્‍યાએ જતા એક ટ્રકમાંથી બાજુમા પાર્ક કરેલ કન્‍ટેનરમાં પાર્સલો શંકાસ્‍પદ ઈસમો ભરતા હોય જેથી તમામ ઈસમોને દરોડો પાડી, સ્‍થળ ઉપરથી છ આરોપીઓને દબોચી લઈ તપાસ કરતા આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટી તમંચો, ચપ્‍પુ તથા કાપડ ભરેલ પાર્સલો સહિતનો મુદ્દામાલ મળી આવતા તમામ ઈસમોની સઘન પૂછપરછ કરતા તમામ પકડાયેલ ઈસમોએ ભેગા મળી, પીપોદરા ગામની હદમા મુંબઈ અમદાવાદ ને.હા. નં.૪૮ ઉપર પકડાયેલ કાપડના પાર્સલો ભરેલ ટ્રકને આંતરી, ડ્રાઈવરને ચપ્‍પુ તથા તમંચાની અણીએ બંધક બનાવી, અપહરણ કરી, લૂંટ કરેલ હોવાનું અને લૂંટ કરેલ કાપના પાર્સલો કન્‍ટેનરમાં ભરી વેચાણ કરવા લઈ જવાના હોવાની કબૂલાત કરતા કાપડના પાર્સલો સહિત કુલ કિં. રૂા.૧,૦૮,૫૨,૮૧૮નો મુદ્દામાલ રીકવર કરી કોસંબા પો.સ્‍ટે. હદમા બનેલ ધાડના ગંભીર ગુનાઓ ભેદ ઉકેલી, તમામ મુદ્દામાલ તથા ધાડ કરનાર મુખ્‍ય સૂત્રધાર સહિત લૂંટ કરનાર તમામ આરોપીઓને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી કરી કોસંબા પો.સ્‍ટે.ને સુપ્રત કરેલ છે.

(3:50 pm IST)