Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

૨૬મી સુધી દિવસ દરમિયાન ટાઢોડાનો વધુ અહેસાસ થશે

વેધરઍનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૨૩ થી ૩૧ જાન્યુઆરી સુધીની આગાહી : બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તા.૨૪-૨૫-૨૯ જાન્યુઆરીના ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને મેદાની ભાગોમાં વરસાદ : ગુરૂવાર સુધી ઠંડીનો પારો ૧૦ થી ૧૨ ડિગ્રી વચ્ચે રહેશે : ઠંડા પવનોનું જાર પણ જાવા મળશે, ૧૫ થી ૩૦ કિ.મી.ની ફૂંકાશેઃ તા.૨૮-૨૯ના પૂર્વ રાજસ્થાન, ઍમ.પી. બોર્ડર વિસ્તારમાં વરસાદ અને લાગુ ગુજરાતમાં સામાન્ય માવઠાની સંભાવના

રાજકોટ, તા.૨૩ : રાજયભરમાં ઠંડીનો રાઉન્ડ ચાલુ છે. ઉપરાઉપરી બબ્બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી દિવસોમાં પણ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને જમીની ભાગોમાં વરસાદ પડશે તો આગામી ગુરૂવાર સુધી તો ઠંડીનું મોજુ જળવાઈ રહેશે. પારો ૧૦ થી ૧૨ ડિગ્રી વચ્ચે જ ઘૂમતો જાવા મળશે. સાથોસાથ પવનનું જાર પણ રહેશે. જેથી દિવસ દરમિયાન પણ ટાઢોડાનો અનુભવ થશે.

વેધરઍનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે હાલમાં ઠંડીનો રાઉન્ડ ચાલુ છે. આજે ન્યુનતમ તાપમાન નોર્મલથી ૧ ડિગ્રી નીચુ નોîધાયુ છે. જયારે મહત્તમ તાપમાન નોર્મલથી ૪ થી ૫ ડિગ્રી નીચુ છે. જેમ કે, રાજકોટ ૨૪.૯ (નોર્મલથી ૪ ડિગ્રી નીચુ), ડીસા ૨૩.૪ (નોર્મલથી ૪ ડિગ્રી નીચુ), ભુજ ૨૩.૪ (નોર્મલથી ૫ ડિગ્રી નીચુ), અમરેલી ૨૪.૨ (નોર્મલથી ૬ ડિગ્રી નીચુ), અમદાવાદ ૨૬.૨ (નોર્મલથી ૨ ડિગ્રી નીચુ) તેવી જ રીતે ન્યુનતમ તાપમાન રાજકોટ ૯.૭ (નોર્મલથી ૩ ડિગ્રી નીચુ), ડીસા ૧૧ (નોર્મલથી ૧ ડિગ્રી ઉંચુ), ભુજ ૧૦ (નોર્મલથી ૧ ડિગ્રી નીચુ), અમરેલી ૯.૫ (નોર્મલથી ૨ ડિગ્રી નીચુ), અમદાવાદ ૧૦.૫ (નોર્મલથી ૨ ડિગ્રી નીચુ) નોîધાયેલ.

હાલમાં દિવસનું તાપમાન નોર્મલથી નીચુ હોવાથી દિવસ દરમિયાન ઠંડીનો અહેસાસ થાય છે.

ઍક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાન લાગુ પાકિસ્તાન આસપાસ સક્રિય છે. તેને આનુસાંગિક ઍક સાયકલોનીક સરકયુલેશન દક્ષિણ પડ્ઢિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં છે. જેના કારણે તા. ૨૫ સુધી નોર્થ ઍમ.પી., રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં વરસાદની શકયતા છે. તેમજ જમ્મુ કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં ૨૪મી રાતથી કે ૨૫મીથી બરફવર્ષા થશે.

ઍવી જ રીતે આવતા દિવસોમાં ૨૭મી આસપાસ બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું હોય તા. ૨૮-૨૯ના પૂર્વ રાજસ્થાન ઍમ.પી. બોર્ડર વિસ્તારમાં વરસાદની શકયતા છે તો લાગુ ગુજરાતને સામાન્ય માવઠાની સંભાવના છે.

સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં હાલનું નોર્મલ તાપમાન ૧૦ થી ૧૩ ડિગ્રી ગણાય. જેમ કે રાજકોટ ૧૩, ભુજ ૧૧ અને અમદાવાદ ૧૨ ડિગ્રી ગણાય.

વેધરઍનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૨૩ થી ૩૧ જાન્યુઆરી સુધીની આગાહી કરતાં જણાવેલ કે, ઓવરઓલ તાપમાનમાં ૨૬મી સુધી હાલ જે છે તેવુ નોર્મલથી દિવસનું તાપમાન નીચુ જ રહેશે અને સવારના તાપમાનમાં સામાન્ય ઍકાદ - બે ડિગ્રીની વધ-ઘટ જાવા મળશે. જયારે તા.૨૭-૨૮-૩૦ અને ૩૧ના તાપમાન નોર્મલ નજીક દિવસનું તાપમાન આવી જશે ૨૯થી ૩૦ રેન્જમાં જાવા મળશે. તા.૨૯ના ઍક દિવસ તાપમાન ઠંડુ રહેશે.

પવનની વાત કરીઍ તો ઓવરઓલ પવનનું પ્રમાણ રહેશે. ઉત્તરના શિયાળુ પવન ફૂંકાશે. ૨૯મીના પડ્ઢિમના પવન રહેશે. પવનની ઝડપમાં વધારો - ઘટાડો જાવા મળશે. ૧૫ થી ૩૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.

(2:57 pm IST)