Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં પંજાબ ભાજપ પ્રદેશ કાર્યકારણી બેઠક

રાજકોટ :.. અમૃતસરમાં યોજાયેલ ‘પંજાબ ભાજપ પ્રદેશ કારોબારી’ ની બેઠકમાં આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પંજાબના પ્રભારી વિજયભાઇ રૂપાણી અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્ના હતાં. આ બેઠકમાં પંજાબ ભાજપના અધ્યક્ષ અશ્વિન શર્મા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સૌદાનસિંહ અને પંજાબ ભાજપના સહ પ્રભારી ડો. નરેન્દ્રસિંહ રૈના ઉપસ્થિત રહ્ના હતાં.  કેન્દ્રિય ભાજપા દ્વારા દિલ્હી ખાતે તા. ૧૬ અને ૧૭ જાન્યુઆરીના રોજ કેન્દ્રિય કારોબારીનું આયોજન થયેલ આ કેન્દ્રિય કારોબારી બાદ દરેક પ્રદેશ દ્વારા ભાજપા પદાધિકારીની કાર્યકારણી  બેઠકનું આયોજન થતુ હોય છે. જેના ભાગરૂપે તા. રર અને ર૩ જાન્યુઆરીના રોજ પંજાબ પ્રદેશ ભાજપ દ્વારા અમૃતસર ખાતે કાર્યકારણીનું આયોજન કરાયુ  જેમાં હાજર રહીને સૌ કાર્યકર્તા-પદાધિકારીઅોને માર્ગદર્શિત કરાયેલ છે. આ સાંજના આ કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ શ્રી રૂપાણી ચંદીગઢ ખાતે જવા રવાના થશે.  ચંદીગઢ ખાતે યોજાનાર ચંદીગઢ ભાજપ પ્રદેશ કાર્યકારીણીમાં હાજરી આપશે.

(2:46 pm IST)