Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

વડોદરામાં તાપણાથી થયેલા ધુમાડાના કારણે ગૂંગળામણથી દંપતીનું મોત

ઠંડીથી બચવાના ચક્કરમાં જીવ ગુમાવ્‍યો ! : દંપતિએ ઠંડીથી બચવા રાત્રે પોતાના રૂમમાં તાપણું કર્યું હતુઃ અને થોડીવાર બાદ સૂઈગયા હતાઃ રાત્રિ દરમિયાન ધુમાડો આખા રૂમમાં ફેલાઈ ગયો હતો અને ગૂંગળામણથી દંપતી મોતને ભેટયું હતુ

વડોદરા, તા.૨૩: વડોદરામાં દશરથ વિસ્‍તારમાં એક વિચિત્ર દુર્ઘટના સામે આવી છે. જેમાં પતિ-પત્‍નિનું મોત થયું છે. જો તમે ઘરમાં તાપણું કરતા હોવ તો આ ઘટના તમારા માટે ચેતવણીરૂપ છે, કારણ કે તાપણાથી થયેલા ધુમાડાના કારણે ગૂંગળામણથી દંપતીનું મોત થયું છે.  ઘટના કળષ્‍ણવેલી સોસાયટીની છે. જ્‍યાં ૪૯ વર્ષીય વિનોદ સોલંકી અને ૪૭ વર્ષીય ઉષા સોલંકીએ ઠંડીથી બચવા રાત્રે પોતાના રૂમમાં તાપણું કર્યું હતું. અને થોડીવાર બાદ સૂઈ ગયા હતા. રાત્રિ દરમિયાન ધુમાડો આખા રૂમમાં ફેલાઈ ગયો હતો અને ગૂંગળામણથી દંપતી મોતને ભેટયું હતું. સવારે જ્‍યારે તેમનો પુત્ર અને ભત્રીજો ઘરે આવ્‍યા ત્‍યારે કોઈનો અવાજ નહોતો આવતો.

જેથી તેઓ ઘરના પાછળના ભાગેથી અંદર ઘૂસ્‍યા હતા. પરંતુ ઉપરના બેડરૂમનો દરવાજો ન ખુલતાં તેમણે દરવાજો તોડી નાખ્‍યો હતો. અંદર જોતા તેના માતા-પિતાના મળતદેહ પડ્‍યા હતા. ઘટનાને લઈ છાણી પોલીસે FSLની મદદથી તપાસ કરી. જેની પ્રાથમિક તપાસમાં ગૂંગળામણથી મોત થયાનું સામે આવ્‍યું છે.

(1:30 pm IST)