Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

બનાસકાંઠાના થરાદમાં મહાકાય રીએક્ટર જેવા મશીન રોડ પર પસાર થતા ટ્રાફિક જામ સર્જાયો

રીએક્ટર જેવી મશીનરી લઇ જતા 9 વાહનોને પસાર કરવા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો :મહાકાય મશીન સાથે બે ભારે વાહનો પસાર કરવા માટે ટ્રાફિક રોકાયું: મશીન કંડલાથી રાજસ્થાન લઇ જવાઈ છે

બનાસકાંઠાના થરાદમાં મહાકાય રીએક્ટર જેવા મશીન રોડ પરથી પસાર થતા ટ્રાફિક જામ સર્જાયો હતો. રીએક્ટર જેવી મશીનરી લઇ જતા 9 વાહનોને પસાર કરવા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મહાકાય મશીન સાથે બેભારે વાહનો પસાર કરવા માટે ટ્રાફિક રોકાયું હતું. રીએક્ટર જેવા ભારે મશીન કંડલાથી રાજસ્થાન લઇ જવામાં આવી રહ્યા છે. હજારો ટન વજન ધરાવતા આ મશીનો લઈને જતા વાહનને જોવા લોકોના ટોળા ઉમટી પડયા હતા

 

(11:49 pm IST)